મુંબઈ: હૃતિક રોશન અને આલિયા ભટ્ટ સહિત અનેક બોલીવૂડ કલાકારોને ઓસ્કાર એવોર્ડનું આયોજન કરનારી સંસ્થા ‘એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ ઍન્ડ સાયન્સિસ'માં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
જો તેઓ આ આમંત્રણ સ્વીકારે તો તેમને 93મા ઓસ્કાર એવોર્ડ માટે મતદાન કરવાનો અધિકાર મળી જશે.
આ ઉપરાંત તેમની સાથે ફિલ્મ નિર્માતા નિષ્ઠા જૈન અને અમિત મધ્ધેશિયા, ડિઝાઈનર નીતા લુલ્લા, કાસ્ટીંગ ડિરેક્ટર નંદિની શ્રીકાંત, વિઝ્યુઅલ ઇફેક્ટ સુપર વાઈઝર વિશાલ આનંદ અને સંદીપ કમલને પણ આમંત્રણ છે.
ઓસ્કરનું આયોજન અગાઉ 28 ફેબ્રુઆરી 2021ના રોજ થનાર હતું. 25 એપ્રિલ 2021 ના રોજ કરવામાં આવશે.