ETV Bharat / sitara

'શકુંતલા દેવી 'માં વિદ્યા બાલન જોવા મળશે અલગ-અલગ લુકમાં - 'શકુંતલા દેવી 'માં વિદ્યા બાલનનો લુક ક્રિએટિવ

વિદ્યા બાલનની આગામી ફિલ્મ 'શકુંતલા દેવી' છે. આ ફિલ્મ 'હ્યુમન કમ્પ્યુટર' અને 'મેન્ટલ કેલ્ક્યુલેટર' શકુંતલા દેવીના જીવન પર આધારિત છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યા શકુંતલા દેવી જેવી જ દેખાઈ રહી છે.

'શકુંતલા દેવી 'માં વિદ્યા બાલન જોવા મળશે અલગ અલગ લુકમાં

author img

By

Published : Jul 22, 2020, 8:02 AM IST

મુંબઇ: અભિનેત્રી વિદ્યા બાલન તેની આગામી ફિલ્મ 'શકુંતલા દેવી' માં પાંચ અલગ અલગ લુકમાં જોવા મળશે. વિદ્યાના આ અલગ અલગ લુકની પાછળ શ્રેયસ મ્હાત્રે, શલાકા ભોંસલે અને નિહારીકા ભસીન જેવા લોકો છે. જેમણે વિદ્યાના આ લુક માટે ઘણું બધું સંશોધન કરવું પડ્યું હતું.

શ્રેયસ મ્હાત્રે જણાવ્યું કે, તેમણે શકુંતલા દેવીની તસ્વીર જોઇ અને વિદ્યાને તેની સાથે મેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ શકુંતલા દેવીની ઉંમરના આધારે તેના અલગ અલગ લુક તૈયાર કરવાના હતા. જેમાં વિદ્યા અને નિર્દશકોની સાથે વિચાર વિમર્શ કરીને આ પાંચ લુક ફાઇનલ કરવામાં આવ્યા. આ ફિલ્મમાં શકુંતલા દેવીના રોલમાં વિદ્યા લાંબા વાળથી લઇને બોબ કટ વાળમાં જોવા મળશે.

શલાકા ભોંસલેએ જણાવ્યું કે, આ ફિલ્મમાં 1940ના દાયકાથી લઇને 2000 સુધીના દાયકા સુધીના શકુંતલા દેવીના જીવનના તમામ તબક્કાઓ આવરી લેવામાં આવ્યા છે. શલાકાએ કહ્યું કે, શકુંતલા દેવીની તસ્વીર જોઇને અમે તેના વિશે ઘણા રિર્ચસ કર્યા હતા. ત્યારે નિર્દશક અનુ મેનને જણાવ્યું કે, પોતાની જીવનના વિવિધ તબક્કે શકુંતલા દેવીએ હેરસ્ટાઇલમાં પણ ઘણા ફેરફાર કર્યા હતા.

સ્ટાઈલિશ નિહારિકા ભસીને જણાવ્યું કે, અમે શકુંતલા દેવીના જીવન વિશે જાણ્યું અને તેમના પર સંશોધન ચાલુ કર્યું અને જાણ્યું કે, તે દરમિયાન કઇ સ્ટાઇલ અને ફેશન પ્રચલિત હતી. તેમજ અમે પાત્રમાં એ લુકને સામેલ કર્યું.

અનુ મેનન દ્વારા નિર્દશિત આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, અમિત સાધ, અને યીશુ સેન ગુપ્તા જેવા કલાકારો છે. આ ફિલ્મ 31 જુલાઇના રોજ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.