ETV Bharat / sitara

એકતા કપૂર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર્યા બાદ હિન્દુસ્તાની ભાઉને આવે છે મોટા લોકોના ફોન - હિન્દુસ્તાની ભાઉ

હિન્દુસ્તાની ભાઉએ એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે તે દાવો કરે છે કે, તેમને મોટા લોકોનો ફોન આવી રહ્યાં છે. જેઓ તેમને બેસીને વાત કરવાની વિનંતી કરી રહ્યાં છે.

hindustani
એકતા કપૂર
author img

By

Published : Jun 3, 2020, 8:15 AM IST

મુંબઇ: યુટુબર વિકાસ પાઠક જે હિન્દુસ્તાની ભાઉના નામથી ઓળખાય છે. તેણે આરોપ લગાવ્યો છે કે, નિર્માતા એકતા કપુર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમને કેટલાય નંબર પરથી કોલ આવી રહ્યાં છે. જેઓ તેમને બેસીને વાત કરવાનું કહી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં ભાઉએ એકતા કપુર અને તેમની માતા શોભા કપુર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

'બિગ બોસ 13' ના ફેમ હિન્દુસ્તાની ભાઉએ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે દાવો કરતો જોવા મળે છે કે, તેને મોટા લોકોના ફોન આવી રહ્યાં છે, જે તેમને આ મામલે બેસીને વાત કરવાની વિનંતી કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, એકતા કપુર અને તેની માતા ભારતીય સેનાની અપમાન બદલ માફી માગે. ભાઉએ એકતા કપુરને મળેલ પદ્મશ્રી એવોર્ડ પર કટાક્ષ કરતા કહ્યું કે, જો તેને જરા પણ શરમ હોય તો પદ્મશ્રી અવોર્ડ પરત કરે, તે આ સન્માનને લાયક નથી.

આપને જણાવી દઇએ કે, હિન્દુસ્તાની ભાઉએ એકતા કપુર અને શોભા કપુર સામે શહેરના ખાર પોલીસ સ્ટેશનમાં અલ્ટ બાલાજીની વેબસીરીઝના એક સેક્સ સીન પર વાંધો ઉઠાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.