ETV Bharat / sitara

હવે બોલિવૂડ એક્ટર હિમાંશ કોહલીનો પરિવાર કોરોનાની ઝપેટમાં - બોલિવૂડ ન્યૂઝ

કોરોનાનો કહેર હવે સામાન્ય માણસથી લઇને બોલિવૂડ સિતારાઓ સુધી પહોંચ્યો છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર હિમાંશ કોહલીનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. હાલમાં એક્ટરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે પોતાના ફેન્સ સાથે આ સમાચાર શેર કર્યા હતાં.

બોલિવૂડ એક્ટર હિમાંશ કોહલીનો પરિવાર પણ કોરોનાની જપેટમાં

author img

By

Published : Aug 31, 2020, 12:18 PM IST

મુબંઇઃ અભિનેતા હિમાંશ કોહલીએ જણાવ્યું કે, મારાા માતા-પિતા અને બહેન કોરોનાથી સંક્રમિત થયા છે અને હું આ મહામારીથી બચી ગયા છું. હિમાંશએ જણાવ્યું કે, આત્યારે પરિવારની જવાબદારી મારા પર છે. એક તો પરિવારની જવાબજદારી અને કોરોનાથી બચીને રહેવું આ બધુ મેનેજ કરવું ખુબ અઘરૂ છે, પરંતુ આ સમયે મારા પરિવારને મારી સૌથી વધારે જરૂર છે.

હાલ પરિવારના કોઇ પણ સભ્યને રૂમની બહાર આવાની અનુમતી નથી અને કોઇ પણ વોશરૂમ પણ યુઝ કરવાની અનુમતી નથી. દરેક સુવિધા સાથે દર 2 કલાકે ઘરને સેનેટાઇજ કરી રહ્યાં છીએ. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા રાય બચ્ચન કોરોના શિકાર થયાં હતાં. જો કે, જલ્દીથી બધા કોરોનાથી સ્વસ્થ પણ થયા હતાં. બચ્ચન પરિવાર પહેલા પણ ઘણા સિતારાઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે.

મહત્વનું છે કે, હિમાંશ કોહલી સિંગર નેહા કક્કડ સાથેના અફેર અને બાદમાં બ્રેકપને લઇને ચર્ચામાં રહ્યો હતો, જોકે, બંનેના જુદા થવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.