બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની આગામી ફિલ્મ 'મેડ ઇન ચાઇના'માં એક્ટર એક ગુજરાતી ઉદ્યોગપતિ તરીકે જોવા મળશે. રાજકુમાર રાવે આજે તેમની અસાધારણ વિશિષ્ટ માર્કેટિંગ વ્યૂહરચના બતાવી હતી. રાજકુમારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા હોલીવુડ સ્ટાર લિયોનાર્ડો ડીકેપ્રિયોને પેન વેચતા જોવા મળે છે. આ પોસ્ટમાં રાજકુમારે તેની ફિલ્મ ધ વુલ્ફ ઓફ વૉલ સ્ટ્રીટથી લિયોનાર્ડોના લાસ્ટ સીનને એક મનોરંજક વળાંક આપ્યો છે. અભિનેતાએ ફ્લિક સાથે કેપ્શનમાં લખ્યું છે, જ્યારે રઘુભાઇ સિંઘ ભાઈને મળ્યા.
વીડિયોની શરૂઆતમાં એક હોલીવુડ સ્ટાર એક વ્યક્તિને પેન વેચવાનું કહે છે. આઇકોનિક દ્રશ્યમાં વળાંક ઉમેરતા રાજકુમાર તે જ હેતુ સાથે પ્રવેશ કરે છે, આગળ એ સાબિત કર્યું કે, પેનને લિયોનાર્ડો ડિકપ્રિયો કરતા વધુ સારી રીતે કોઈ વેચી શકે નહીં. તેમણે વીડિયોમાં 44 વર્ષીય હોલીવુડ સ્ટારને સમજાવવા કહે છે. લીઓ ભાઈ કેમ છો! અરે લીઓ ભાઈ આ પેન તમારી કહાની છે પણ રિફિલ હીરો છે. તો હીરો વેચો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વ્યવસાયીની કુશળતા પર હોલીવુડ સ્ટારની તાળીઓ સાથે વીડિયો સમાપ્ત થાય છે. રાવ સિવાય ફિલ્મ 'મેડ ઇન ચાઇના'માં પણ મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એક સંઘર્ષશીલ ગુજરાતી ઉદ્યોગપતિ, રઘુ (રાજકુમાર) ના જીવન પર આધારિત છે, જે પોતાના વ્યવસાયને સફળ બનાવવા માટે ચીનના પ્રવાસે નીકળ્યો છે.
આ ફિલ્મ મિખિ મુસાલે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. જેણે વર્ષ 2016 ડ્રામા-થ્રિલર 'રોંગ સાઇડ રાજુ' માટે શ્રેષ્ઠ નિર્દેશક જીત્યો હતો. ફિલ્મનું દિનેશ વિજાન નિર્માણ કર્યું છે. 15 ઓગસ્ટના રોજ મોટા પડદે આવનારી, 'મેડ ઇન ચાઇના' હવે આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.