હૈદરાબાદઃ અભિનેતા સોનૂ સૂદ, જેને હંમેશાં તેમના પરોપકારી કાર્ય માટે " માયગ્રેન્ટના મસિહા" તરીકે ઓળખવામાં આવે છે. તેમણે રામોજી ફિલ્મ સિટીમાં રોપાનું વાવેતર કરીને ગ્રીન ઇન્ડિયા ચેલેન્જમાં ભાગ લીધો હતો.
અભિનેતા સોનૂ સૂદને ફિલ્મ નિર્દેશક શ્રીનૂ વૈતલાએ ચેલેન્જ આપી હતી, જેનો સ્વીકાર કરી સોનૂએ વૃક્ષારોપણ કર્યુ હતું. શ્રીનૂ વૈતલાએ તેલુગુ ઈન્સ્ટ્રીના જાણીતા લેખક અને નિર્દેશક છે.
રાજ્યસભાના સભ્ય જોગિનીપલ્લી સંતોષ કુમાર દ્વારા શરૂ કરાયેલા ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ ચર્ચામાં છે. સંતોષ કુમારની પ્રશંસા કરતાં સૂદે કહ્યું કે પર્યાવરણની સુરક્ષા કરવી એ આપણી પ્રાથમિકતા છે. દરેક લોકોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવામાં ભાગ લેવો જોઈએ. ગ્રીન ઈન્ડિયા ચેલેન્જ અંતર્ગત અનેક સેલેબ્સ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.
ગ્રીન ઈન્ડિયા ચેલેન્જને હૈદરાબાદમાં અસરકારક રીતે અપનાવવામાં આવી રહી છે. ગ્રીન ઇન્ડિયા ચેલેન્જમાં દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસ, રામ ચરણ, રાણા દગ્ગુબતી, શ્રદ્ધા કપૂર, મહેશ બાબુ, સમન્થા, નાગાર્જુન, રાશી ખન્ના અને નાગા ચૈતન્ય સહિત કેટલાય સ્ટાર્સે ભાગ લીધો છે.