મુંબઇ: કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે અમલમાં મૂકાયેલા લોકડાઉનમાં ઘણા દેશોમાં સિનેમાઓ લાંબા સમયથી બંધ છે. જો કે, ધીમે ધીમે ઘણા દેશો તેને ફરીથી શરૂ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ફિલ્મોને વિદેશમાં રિલીઝ થવાની તક મળી રહી છે. યુએઈ અને ચીનમાં ભારતીય ફિલ્મોને લોકો ખૂબ પસંદ કરે છે.
આવી સ્થિતિમાં અક્ષય કુમાર અને કરીના કપૂર ખાન અભિનીત ફિલ્મ 'ગુડ ન્યૂઝ' અને આયુષમાન ખુરાના અભિનીત ફિલ્મ 'ડ્રીમ ગર્લ' ફરી એક વાર યુએઈમાં રિલીઝ થવા જઈ રહી છે.અહેવાલો અનુસાર, 27 મેથી થિયેટરો યુએઈમાં પાછા ખોલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં 'ગુડ ન્યૂઝ'ના નિર્માતાઓ તઆ ફિલ્મને ફરીથી રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર અક્ષય કુમારની આ ફિલ્મ 11 જૂને પાછી રિલીઝ થશે. અક્ષયની ફિલ્મોને દુબઇમાં સારો પ્રતિસાદ મળે છે.
બીજી બાજુ, જો ભારતમાં મળેલા પ્રતિસાદની વાત કરીએ તો ડિસેમ્બરમાં રિલીઝ થયેલી 'ગુડ ન્યૂઝ'એ 196 કરોડનો બિઝનેસ કર્યો હતો. અક્ષય કુમાર-કરીના કપૂર ઉપરાંત કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ પણ મુખ્ય ભૂમિકામાં છે.આ સાથે આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ' પણ 11 જૂને યુએઈમાં રિલીઝ થશે.
'ડ્રીમ ગર્લ'ને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. આ એક કોમેડી ફિલ્મ છે, જેમાં નુસરત ભરૂચાએ આયુષ્માન સાથે સ્ક્રીન શેર કરી હતી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સારું રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે યુએઈમાં આ બંને ફિલ્મોનો કેવો પ્રતિસાદ મળશે?