- અભિનેત્રી તમન્ના ભાટિયાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
- અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટનો એક વીડિયો કર્યો શેર
- બ્લેક કલરના ડ્રેસમાં તમન્નાએ સૌના દિલ જીતી લીધા
ન્યૂઝ ડેસ્કઃ દક્ષિણ ભારતીય ફિલ્મો અને બોલીવૂડમાં પોતાની એક્ટિંગથી અલગ જ સ્થાન બનાવનારી અભિનેત્રી તમન્ના ભાટિયા અત્યારે ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તેની આકર્ષક અદાઓ, ડ્રેસ અને સ્ટાઈલ હંમેશા લોકોનું ધ્યાન તેની તરફ આકર્ષે છે.
તમામ લોકોનું ધ્યાન આકર્ષ્યું
ત્યારે ફરી એકવાર તમન્નાએ ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કલરના ડ્રેસમાં ફોટો શેર કર્યા છે, જેના કારણે તેણે તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. તમન્નાએ અત્યારે બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તે ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે. આ સાથે જ તમન્ના આ ફોટોઝમાં અલગ અલગ પોઝ પણ આપી રહી છે. આ ફોટોશૂટનો એક વીડિયો તમન્નાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વીડિયોમાં ઘણી સુંદર લાગી રહી છે તમન્ના
તમન્ના ભાટિયાના આ વીડિયોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા તમન્ના ભાટિયાએ ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ ક્રોપ ટોપ અને પ્રિન્ટેડ જેકેટ સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં પણ તે ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી. જોકે, તમન્નાના તમામ ફોટોઝ-વીડિયોઝ તેના ફેન્સને ઘણા પસંદ આવે છે.
આ પણ વાંચોઃ તમન્ના ભાટિયા-અબ્દુલ રઝાકની જૂની તસવીરો વાયરલ, લગ્ન અંગે ઉઠ્યા સવાલો
આ પણ વાંચોઃ 'બ્લેક લાઇવ્સ મેટર' પોસ્ટ પર ટ્રોલ થઈ એક્ટર તમન્ના ભાટિયા