આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના બે પોસ્ટર ફેન્સ માટે શેર કર્યા છે.
પહેલા પોસ્ટરમાં તે ગંગૂબાઇની જવાનીના દિવસોમાં દેખાઇ રહી છે. બ્લુ બ્લાઉઝ અને રેડ સ્કર્ટમાં આલિયા નીડર અંદાજમાં બેઠેલી જોવા મળી રહી છે. જેની બરાબર બાજુમાં એક પિસ્ટોલ પણ રાખેલી છે. બે ચોટલા વાળેલી અને લાલ ચાંલ્લો અને લીલા રંગના કંગન પહેરેલી આલિયા શાનદાર લાગી રહી છે.
વાત કરીએ બીજા પોસ્ટરની તો તેમાં આલિયા એકદમ માફિયા ક્વિનના અવતારમાં જોવા મળી રહી છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટરમાં આલિયાએ મોટો લાલ ચાંદલો કરેલો છે અને તેનું આ લુક ખૂબ જ દમદાર લાગી રહ્યું છે. આ ફિલ્મ હુસૈન જૈદીની બુક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ' પર આધારિત છે. જે 'ગંગૂબાઇ કાઠિયાવાડી'ની નીજી જીંદગીને દર્શાવે છે. આ ફિલ્મમાં આલિયા માફિયા ક્વીનનું પાત્ર ભજવી રહી છે.
ગંગૂબાઇ મુંબઇના કમાઠીપુરા વિસ્તારમાં કોઠો ચલાવતી હતી. તેમણે સેક્સવર્કર્સ અને અનાથ બાળકોની ભલાઇ માટે ખૂબ જ કામ કર્યું હતું. ગંગૂબાઇનું પુરૂં નામ ગંગા હરજીવનદાલ કાઠિયાવાડી હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ગંગૂબાઇ પહેલા બૉલિવુડ ફિલ્મોમાં એક્ટ્રેસ બનવા માગતી હતી. જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે તેના પિતાના અકાઉન્ટેન્ટ સાથે પ્રેમ થયો હતો. ગંગૂબાઇે તેની સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને મુંબઇમાં આવીને વસ્યા હતા. પરંતુ આ લગ્ન નહીં ફ્રોડ હતું, ગંગૂબાઇના પતિએ તેને દગો આપ્યો હતો અને 500 રૂપિયામાં તેમને કોઠો પર વેચી નાખી હતી.
આ હુસૈન જૈદીએ પોતાની બુક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ'માં લખ્યું છે કે, માફિયા ડૉન કરીમ લાલાની ગૈંગના એક સભ્યએ ગંગૂબાઇની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પોતાના માટે ગંગૂબાઇએ લડત લડી હતી અને કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી.
ગંગૂબાઇએ કરીમ લાાલને રાખડી બાંધી હતી અને પોતાનો ભાઇ બનાવ્યો હતો. કરીમ લાલાને ભાઇ બનાવ્યા બાદ ફાયદો એ થયો કે, કમાઠીપુરા કોઠા ગંગૂબાઇના હાથે લાગ્યો હતો. કહેવામાં આવે છે કે, ગંગૂબાઇ કોઠામાં તેની છોકરીને રાખતી હતી, જે છોકરીની ઇચ્છા હોય...
સંજય લીલા ભંસાલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2020ના દિવસે રિલીઝ થવાની છે.