ન્યૂઝ ડેસ્ક: સંજય લીલા ભણસાલીની આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' રિલીઝ (Gangubai Kathiyavadi Release Date) થવાના બે દિવસ પહેલા જ ફિલ્મ પર કાયદાકીય આફત આવી ગઈ છે. કોવિડ-19ને કારણે આ ફિલ્મ પર અનેકવાર રિલીઝ થતા અટકાવી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મને લઇને મોટી સમસ્યા સર્જાય છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ
ખરેખર ગંગૂબાઈના પરિવારે સંજય લીલા ભણસાલી પર ગંગૂબાઈની વાસ્તવિક છવી ભૂંસવાનો આરોપ લગાવામાં (GANGUBAI FAMILY CLAIM SANJAY LEELA BHANSALI ) આવ્યો છે. આ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યે આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સાથે જ તેમના તરફથી એવી માંગ કરવામાં આવી છે કે, ફિલ્મમાં કમાઠીપુરાનું નામ બદલવામાં આવે. આ મામલે બુધવારે હાઈ કોર્ટમાં સુનાવણી થશે.
આ પણ વાંચો: Jhund Trailer Release: 'ઝુંડ'નું ટ્રેલર રિલીઝ, જાણો ફિલ્મ કયારે મચાવશે ધમાલ
મારી માતાની છવિને ભૂંસવાનો પ્રયાસ: બબીતા ગૌર
ગંગૂબાઈની પુત્રી બબીતા ગૌર અને પૌત્ર વિકાસ ગૌરે ગંગૂબાઈના જીવન પર આધારિત આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. બબીતા અને વિકાસ કહે છે કે, સંજય લીલા ભણસાલીએ પૈસા કમાવવા માટે ફિલ્મમાં ગંગૂબાઈની અસલી ઓળખ ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે. ગંગુબાઈની દીકરી બબીતાએ કહ્યું કે, 'મારી માતાએ ક્યારેય કોઈની સાથે દુર્વ્યવહાર કર્યો નથી કે અભદ્ર ભાષામાં વાત કરી નથી, બધા તેને ગંગૂબાઈ નહીં પણ ગંગૂ માં કહેતા હતા. મારી માતાની છવિને ભૂંસવાનો પ્રયાસ છે.
સંજય લીલા ભણસાલી પર લગાવ્યો આ આરોપ
ગંગૂબાઈના પૌત્ર વિકાસ ગૌરે કહ્યું, 'નિર્દેશક સંજય લીલા ભણસાલીએ તેમના નામ પાછળ તેમની માતાનું નામ ઉમેર્યું છે, તેઓ તેમની માતાને યોગ્ય માન આપે છે, પરંતુ તેઓ અન્યની માતાનું સન્માન કરતા નથી, આ ખોટું કરી રહ્યા છે. આ માત્ર પૈસા માટે છે. તેઓ અમારી પ્રતિષ્ઠાની પરવા કરતા નથી, તેઓએ વિચારવું જોઈએ કે લોકો અમને કેવી રીતે જોશે.
ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માંગ કરાઇ
અહીં ગંગૂબાઈના પરિવાર સિવાય કમાઠીપુરાના લોકોને પણ ફિલ્મ વિશે ફરિયાદો છે. કમાઠીપુરાના લોકોનું કહેવું છે કે, જ્યારથી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નું ટ્રેલર આવ્યું છે, ત્યારથી કમાઠીપુરાને લોકો રેડ લાઈટ એરિયાના દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, જાણી જોઈને આ વિસ્તારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકોએ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માંગ કરી છે.
આ પણ વાંચો: Film Tehran Announced: ફિલ્મ 'અટેક' ની રિલીઝ પહેલાં 'તેહરાન'ની થઈ જાહેરાત, આ દિવસે થશે રિલીઝ