ન્યૂઝ ડેસ્ક: એકતા કપૂર (Ekta kapoor) હંમેશા ટેલિવિઝનમાં અલગ કોન્સેપ્ટ લઈને આવતી હોય છે. તેના લીધે ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન પણ કહેવામાં આવે છે. હવે અલ્ટ બાલાજી અને એમેક્સ પ્લેયરે રિયાલિટી શો (OTT platform upcoming Shows) લાવવાની જાહેરાત કરી છે. આ રિયાલિટી શો એકદમ નીડર અને અલગ કોન્સેપ્ટ પર આધારિત હશે. એકતા કપૂર આ શો માટે મોટા પાયે કામ કરી રહી છે અને હવે મેકર્સ ઈચ્છે છે કે, આ શોને બોલિવૂડના કોઈ મોટા ચહેરા હોસ્ટ કરે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ અભિનેત્રીઓમાંથી કોઇ હોસ્ટ બની શકે છે
સ્પોટબોટના અહેવાલ મુજબ, એકતા કપૂર બોલિવૂડના કેટલાક મોટી હસ્તી પર વિચાર કરી રહી છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પણ તેના તરફથી આ રિયાલિટી શોને હોસ્ટ કરવા માટે કરીના કપૂર, પ્રિયંકા ચોપરા જેવી મોટી હસ્તીઓ સાથે વાત કરી રહ્યું છે. શોના નજીકના સૂત્રો એ પણ જણાવ્યું છે કે, પ્રિયંકા ચોપરા સાથે એડવાન્સ સ્ટેજ પર વાતચીત ચાલી રહી છે અને તે OTT પર કેટલાક અલગ અને નવા કોન્સેપ્ટ શોમાં (OTT platform upcoming Shows) કામ કરવામાં રસ છે.
પ્રિયંકા ચોપરા પ્રથમ પસંદગી છે
તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ OTT પ્લેટફોર્મ પર કોમેન્ટ કરતા કહ્યું કે, કેવી રીતે OTT ઉદ્યોગ માટે વરદાન સાબિત થયું છે. જોકે, આ શોનો કોન્સેપ્ટ હજુ રજૂ કર્યો નથી. ગુરુવારે શો સંબંધિત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. આ ઉપરાંત શોના હોસ્ટને લઈને કરીના કપૂરના નામની પણ ચર્ચા થઈ રહી છે. બેબો બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે OTT પર કોઈ શો કરવા માટે તૈયાર છે કે નહીં, તે પણ જોવાનું રહેશે.
એકતા કપૂર શોમાંથી અલગ થઈ ગઈ છે
આ શો માટે જે નામ સૌથી વધુ હેડલાઇન્સ બનાવી હોય તો એ છે કંગના રનૌત. કંગના રનૌત બોલિવૂડની સૌથી નીડર અભિનેત્રીઓમાંની એક છે. શોના નિર્માતાઓ પણ માને છે કે, તેનું વ્યક્તિત્વ શોના કોન્સેપ્ટને અનુકૂળ છે. જો કે, એકતા કપૂરે મંગળવારે ઇન્સ્ટાગ્રામ (Ekta Kapoor Instagram account) પર એક પોસ્ટ કરીને હલચલ મચાવી હતી કે તે આ શોથી પોતાને દૂર કરી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું - હું જાહેર કરું છું કે Alt Balaji/MX Player માટે જે પણ કન્ટેન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેની સાથે મારે કોઈ સંબંધ નથી. તેમજ આ માટે હું જવાબદાર નથી. તેમ જ હું તેમના દ્વારા નિર્મિત વાર્તા/વેબ સિરીઝનો કોઈપણ રીતે દાવો કે સમર્થન કરતી નથી. હું ગુરુવારની પીસીની રાહ જોઈ રહ્યી છું.
કંગના કે બીજું કોઈ!
એવું માનવામાં આવતું હતું કે, કંગના રનૌત જ શોને હોસ્ટ કરશે. તેણે એકતા સાથે કામ કરવા અંગેની પોસ્ટ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, પરંતુ બાદમાં તેને ડિલીટ પણ કરી દીધી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે બોલિવૂડમાંથી આ શોનું હોસ્ટ કોણ હશે.