નંદી ચીન્ની કુમાર સ્વતંત્ર રીતે ફિલ્મો બનાવે છે. તેમણે આરોપ મુક્યો છે કે ફિલ્મના નિર્માતાઓએ તેમને ડરાવ્યા અને ધમકાવ્યા. થિયેટર,ટેલિવિઝન જેવાં પ્લેટફોર્મ પર આ ફિલ્મનું સ્ક્રિનીંગ થતું રોકવા તેમણે કોર્ટનો રસ્તો અપનાવ્યો. આ બધામાંથી ફક્ત ટી સીરીઝે જ નોટિસનો જવાબ આપ્યો છે.
નંદી ચીન્ની કુમારે વર્ષ 2017માં નાગપુરની ઝૂંપડપટ્ટીમાં રહેતા સોકર ખેલાડી અખિલેશ પોલના જીવન પર ફિલ્મ બનાવવાના રાઈટ્સ ખરીદ્યા હતા. પોલ હોમલેસ વર્લ્ડ કપનો ભારતીય કેપ્ટન હતો અને માદક દ્રવ્યોના વ્યસની હતો. જોકે ફૂટબોલ પ્રત્યેના જુસ્સાથી તેમનું જીવન બદલાઈ ગયું હતું.
ફિલ્મ નિર્માતાનો દાવો છે કે તેમણે આ વાર્તા અને સ્ક્રિપ્ટ 11 જૂન 2018ના રોજ તેલંગાણા સિનેમા રાઇટર્સ એસોસિએશન પાસે નોંધાવી હતી. તેમણે ઈન્ડિયા મૂવી પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઈએમપીપીએ) અને તેલંગાણા સિનેમા રાઈટર્સ એસોસિએશનને પણ પત્ર લખ્યો છે અને સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ (સીબીએફસી) ને ફિલ્મ 'ઝુંડ' માટે સેન્સર સર્ટિફિકેટ ન આપવા પણ વિનંતી કરી છે.