ન્યૂઝ ડેસ્ક: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્પેનમાં ફિલ્મ 'પઠાણ'ના શૂટિંગને (Film Pathan Shooting) પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. જોકે ગયા અઠવાડિયે જ સ્ટારકાસ્ટ સ્પેન જવા રવાના થઈ હતી, ત્યારે હવે સ્પેનના શૂટિંગ સેટ પરથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની તસવીર લીક થઈ છે. આ તસવીરમાં શાહરૂખ ખાનનો માચો લુક જોવા મળી (Social Media) રહ્યો છે.
શાહરૂખ ખાન જોવા મળ્યો આ અંદાજમાં
લીક થયેલા શાહરૂખ ખાનના ફોટો વિશે વાત કરીએ તો શાહરૂખ ઓલિવ ગ્રીન કાર્ગો પેન્ટ પહેરીને પોઝ આપતો જોવા મળે છે. સનગ્લાસ સાથે શાહરૂખ ખાનના શર્ટલેસ લુકએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. આ લુકમાં શાહરૂખ ખાનના લોન્ગ હેયર તેના ટેક્સચરને પૂર્ણ કરી રહ્યા છે. કિંગ ખાનનો આ ફોટો ચાહકોને 'ઓમ શાંતિ ઓમ'ના 'દર્દ-એ-ડિસ્કો' અને 'મનવા લગે' જેવા ગીતોની યાદ અપાવે છે. આ પહેલા મંગળવાર 15 માર્ચએ શાહરૂખ ખાને પોતાના ફેન્સને ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, OTT એપ SRK+ આવી રહ્યું છે. શાહરૂખના ચાહકોને ફિલ્મો અને વેબ-સિરીઝ જોવા માટે બીજું પ્લેટફોર્મ મળવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: Vinod Kapri announce Gujarat Files: વિનોદ કાપરીએ કર્યુ 'ગુજરાત ફાઇલ્સ' બનાવાનું એલાન, પીએમને કર્યો આ સવાલ
શાહરૂખની નવી OTT એપની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર
આ બાદ શાહરૂખની નવી OTT એપની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર થઈ રહી છે, જ્યારે સલમાન ખાનને આ વાતની જાણ થઈ તો તેણે શાહરૂખના ટ્વીટને રિટ્વીટ કર્યું અને લખ્યું, 'આજ કી પાર્ટી તમારી તરફથી @iamsrk. નવી OTT એપ્લિકેશન SRK+ પર અભિનંદન. શાહરૂખની આગામી ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો: Shahrukh app SRK+: શાહરૂખ ખાને OTT એપ SRK+ની કરી જાહેરાત, સલમાને માંગી પાર્ટી