ન્યૂઝ ડેસ્ક: ભારતની યોદ્ધા રાણી 'નાયિકા દેવી' પર ગુજરાતીમાં ફિલ્મ (Gujarati Film) બનવા જઇ રહી છે. જેનું એક પોસ્ટર પણ રિલીઝ (Film Nayika Devi Poster Release) થઇ ગયું છે. સામાન્ય રીતે બધા રાણી લક્ષ્મીબાઇ, રાણી દુર્ગાવતી, મહારાણી તારાબાઇ વગેરે સ્ત્રી યોદ્ધાઓના સાહસ અને તેમના જીવનની વાર્તાઓ સાંભળીને જ મોટા થયા છીએ. 12મી સદીની ભારતની પ્રથમ યોદ્ધા રાણી, જેમની બહાદુરી અને હિંમતે શકિતશાળી મુહમ્મદ ઘોરીને પરાસ્ત કર્યો હતો. આ ફિલ્મમાં ચંકી પાંડે મુહમ્મદ ઘોરીનું પાત્ર ભજવતા નજર (Film Nayika Devi Chanki Pandey Frist Look Release) આવશે.
જાણો ચંકી પાંડેની આ ખાસિયત વિશે
આ અનસંગ ફાઇટર વિશે લિરિકલ બનાવવા માટે અ ટ્રી એન્ટરટેઇનમેન્ટ તેની સર્વશ્રેષ્ઠ ડ્રામા ફિલ્મ 'નાયિકા દેવી-ધ વોરિયર ક્વીન' સાથે આવી રહ્યું છે. આ ફિલ્મમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર અભિનેત્રી ખુશી શાહ નાયિકા દેવીના રોલમાં નજર આવશે, જ્યારે મુહમ્મદ ઘોરીનું પાત્ર ચંકી પાંડે અદા કરશે. ઉલ્લેખનીય છે કે ચંકી પાંડેએ ઘણી કોમેડી ફિલ્મો કરી છે, જેના કારણે તેની ઈમેજ પણ લોકોના મનમાં કોમેડી એક્ટર જેવી બની ગઈ છે, પરંતુ આ પ્રકારનું પાત્ર ભજવીને તે પોતાની વર્સેટાઈલ એક્ટિંગનો પરિચય કરાવી રહ્યો છે. જોકે, આ ફિલ્મ આવ્યા બાદ જ ખબર પડશે કે ચંકી પાંડે આ ફિલ્મમાં તેના પાત્રને કેવી રીતે અને કેટલી હદે જીવ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે `અભય`માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: MISS WORLD 2021: પોલેન્ડ સુંદરી કેરોલિના બિલાવસ્કા બની મિસ વર્લ્ડ 2021
નેટીઝન્સમાં આ ફિલ્મને લઇને આતુરતા છવાઇ
આ ફિલ્મની થોડા મહિના પહેલા નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર જાહેરાત કરી હતી, ત્યારથી નેટીઝન્સમાં આ ફિલ્મને લઇને આતુરતા છવાઇ છે. આ અત્યાર સુધીની સૌથી વધુ રાહ જોવાતી અને સૌથી મોટી ગુજરાતી ફિલ્મ છે. કારણ કે આ ફિલ્મ એક પિરિયડ ડ્રામાં ફિલ્મ છે.
આ વ્યકિતએ કર્યું આ ફિલ્મનું નિર્માણ...
આ ફિલ્મનું નિર્દેશન નીતિન જી દ્વારા કરવામાં આવ્યું છે. જેઓ સાવરકર અને એશ્વમેઘમ જેવી અન્ય સફળ ફિલ્મોના પણ દિગદર્શક છે. આ ફિલ્મનું નિર્માણ ઉમેશ શર્માએ કર્યું છે, જ્યારે ફિલ્મમાં સંગીત પાર્થ ઠક્કરે આપ્યું છે અને ગીતો ચિરાગ ત્રિપાઠીએ લખ્યાં છે. જણાવીએ કે આ ફિલ્મ સિનેમામાં 6 મે 2022ના રોજ રિલીઝ (Film Nayika Devi Release) કરવામાં આવશે.
ફિલ્મ અંગે વાત કરતા દિગ્દર્શક નીતિન જીએ કહ્યું...
ફિલ્મ અંગે વાત કરતા દિગ્દર્શક નીતિન જીએ કહ્યું, "ઐતિહાસિક મૂવીનું નિર્દેશન કરવુ એ કેકવોક નથી અને બધું બરાબર હોવું જોઇએ. અમે દરેક નાની-નાની બાબતોનું ચિવટપૂર્વક ધ્યાન રાખ્યું છે. હું આશા રાખું છું કે આ ફિલ્મને ભરપૂર પ્રેમ મળશે".
જાણો નાયિકા દેવી વિશે....
નાયિકા દેવી કંદબ (ગોવા) ના મહામંડેલશ્વર પર્માંડીના પૂત્રી હતી. હવે ખાસ વાત એ છે કે, તેઓ ગુજરાત સુધી કઇ રીતે પહેંચ્યાં હતા. એ વાતનો ખુલ્લાસો તો ફિલ્મમાં જ કરવામાં આવશે.