ETV Bharat / sitara

મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ વચ્ચે પડેલા ભાગલા અંગે ઈમરાન હાશ્મીએ કહ્યું નથિંગ ઈઝ પર્મનેન્ટ

બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મીએ મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ વચ્ચે પડેલા ભાગલાં અંગે વાત કરી હતી. જોકે, ઈમરાન હાશ્મીએ વધારે ન કહ્યું પરંતુ એટલું કહ્યું કે, કામની વહેંચણી અંગે બંને વચ્ચે વિવાદ હતો.

author img

By

Published : May 15, 2021, 11:53 AM IST

  • ઈમરાન હાશ્મીએ ભટ્ટ ભાઈઓ સાથે ઘણું કામ કર્યું છે
  • મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ પ્રોફેશનલી અલગ પડી ગયા
  • મહેશ ભટ્ટ વિશેષ ફિલ્મ્સમાં એડિટોરિયલ કન્સલ્ટન્ટનું કામ કરતા હતા

મુંબઈઃ અભિનેતા ઈમરાન હાશ્મીએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, બાદમાં મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ પ્રોફેશનલી અલગ પડી ગયા છે. આ અંગે એક ઈન્ટરવ્યૂમાં ઈમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે, મહેશ ભટ્ટ વિશેષ ફિલ્મ્સમાં એડિટોરિયલ કન્સલ્ટન્ટનું કામ કરતા હતા. કદાચ આ જ કારણથી બંને અલગ પડી શક્યા હોય.

આ પણ વાંચોઃ કોવિડ -19: અનુષ્કા અને વિરાટે 11 કરોડથી વધુનું ભંડોળ એકત્રિત કર્યું

ઈમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે, બંનેની ફિલ્મમાં કામ કરવાની સાથે અનેક યાદો જોડાયેલી છે. હું ઈચ્છું છું કે ફરી એક વાર બધા સાથે આવી જાય. કંઈ પણ હંમેશા માટે ન હોઈ શકે. બંને વચ્ચે શું થયું તે હું નથી જાણતો. હું લૉકડાઉન દરમિયાન પણ બંનેના સંપર્કમાં હતો.

આ પણ વાંચોઃ અભિનેતા રજનીકાંતએ કોરોના વેક્સિનનો બાજો ડોઝ લીધો

ઉલ્લેખનીય છે કે, વિશેષ ફિલ્મ્સ નામની કંપની સાથે જોડાયેલા બંનેએ વર્ષો સુધી સારું કામ કર્યું છે. જાન્યુઆરીમાં કંપનીના સંસ્થાપક મુકેશ ભટ્ટે પોતાનું પદ છોડી દીધું હતું. હવે કંપની તેમના બાળકો સંભાળશે. જ્યારે મુકેશ ભટ્ટ સલાહકારની ભૂમિકા ભજવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.