ETV Bharat / sitara

એકતા કપૂરને મળ્યો પદ્મશ્રી એવોર્ડ, આપ્યો ટીકાકારોને જડબાતોડ જવાબ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovinde)સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં( Rashtrapati Bhavan)આયોજિત એક કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં તેમના નોંધપાત્ર કાર્ય માટે લોકોને પદ્મ પુરસ્કારોથી(Padma Awards) સન્માનિત કર્યા હતા. આ દરમિયાન ટીવી અભિનેત્રી એકતા કપૂરનું(Ekta Kapoor) પણ સન્માન કરવામાં આવ્યું હતું.

એકતા કપૂરને મળ્યો પદ્મશ્રી એવોર્ડ, આપ્યો ટીકાકારોને જડબાતોડ જવાબ
એકતા કપૂરને મળ્યો પદ્મશ્રી એવોર્ડ, આપ્યો ટીકાકારોને જડબાતોડ જવાબ
author img

By

Published : Nov 9, 2021, 3:34 PM IST

  • વર્ષ 2020 અને 2021પદ્મ પુરસ્કારો
  • એકતા કપૂરને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા
  • એકતાના પદ્મશ્રીએ તે તમામ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો

મુંબઈ: ટીવી નિર્માતા એકતા કપૂરને(Ekta Kapoor) તાજેતરમાં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી (Padma Shri)નવાજવામાં આવ્યા છે. જોકે, એકતાએ અનેક પડકારોનો સામનો કરીને આ સ્થાન હાંસલ કર્યું છે. તેમના માટે અહીં પહોંચવું સરળ નહોતું. તેની ક્ષમતા પર શંકા કરનારા ઘણા લોકો હતા. એકતાના પદ્મશ્રીએ તે તમામ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી ત્યારે હું માત્ર 17 વર્ષની હતી

પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા એકતાએ કહ્યું કે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(The film industry) શરૂઆત કરી હતી જ્યારે હું માત્ર 17 વર્ષની હતી. મેં સતત સાંભળ્યું છે કે હું વસ્તુઓ કરવા માટે 'ખૂબ નાની', 'ખૂબ કાચી' અને 'ખૂબ ઉતાવળમાં' છું.

કોઈપણ કામ વહેલું શરૂ કરવું એ શક્તિની નિશાની

પરંતુ, તે દ્રઢપણે માને છે કે કોઈપણ કામ વહેલું શરૂ કરવું એ શક્તિની નિશાની છે. તેમણે આગળ કહે છે કે વર્ષોથી મને સમજાયું છે કે તમારા સપનાને જીવવા માટે ક્યારેય વહેલું નથી હોતું અને ખૂબ નાનું હોવું એ કદાચ શ્રેષ્ઠ બાબત છે. આજે, મને ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો છે, હું અત્યંત ખુશ છું.

એક વિલન રિટર્ન્સ, 2014ની એક્શન થ્રિલર એક વિલનની સિક્વલ

નિર્માતાએ તેના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઓલ્ટ બાલીજી (Alt Balaji) સાથે ડિજિટલ સ્પેસમાં પણ એક છાપ બનાવી છે. તેની આગામી પ્રોડક્શન, એક વિલન રિટર્ન્સ, 2014ની એક્શન થ્રિલર એક વિલનની સિક્વલ છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, દિશા પટણી, તારા સુતારિયા અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે. મોહિત સૂરી દ્વારા નિર્મિત આ ફિલ્મ 8 જુલાઈ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પદ્મશ્રી ભારતીય નાગરિકોને વિવિધ ક્ષેત્રો યોગદાન માટે આપવામાં આવતું સન્માન

પદ્મશ્રી એ ભારત સરકાર દ્વારા સામાન્ય રીતે માત્ર ભારતીય નાગરિકોને જીવનના વિવિધ ક્ષેત્રો જેમ કે કલા, શિક્ષણ, ઉદ્યોગ, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, દવા, સમાજ સેવા અને જાહેર જીવનમાં તેમના યોગદાન માટે આપવામાં આવતું સન્માન છે. તે વિશિષ્ટ યોગદાનની માન્યતામાં આપવામાં આવે છે. ભારતના નાગરિક પુરસ્કારોના પદાનુક્રમમાં તે ચોથો પુરસ્કાર છે, ત્યારબાદ અનુક્રમે ભારત રત્ન, પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ છે.

ભારતીય નાગરિકને આપવામાં આવતું સન્માન

પદ્મશ્રી પુરસ્કાર ભારત રત્ન વિભૂષણ અને પદ્મ ભૂષણ પછી ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ સન્માન ભારત સરકાર દ્વારા કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. તે સામાન્ય રીતે ભારત સરકાર દ્વારા માત્ર ભારતીય નાગરિકને આપવામાં આવતું સન્માન છે. આ સન્માનમાં બ્રોન્ઝ બેજ પણ આપવામાં આવે છે. જેમાં કમળનું ફૂલ રહે છે.

119 વ્યક્તિત્વોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત દેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજર રહી હતી. આ દરમિયાન 119 વ્યક્તિત્વોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, 7ને પદ્મ વિભૂષણ, 10ને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ કંગના રનૌત અને અદનાન સામી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા

આ પણ વાંચોઃ બેર ગ્રિલ્સ સાથે જોવા મળશે વિકી કૌશલ, ચાહકોએ કહ્યું- લગ્ન પહેલા કરી લો તમામ સાહસો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.