ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: EDએ રિયા અને તેના પરિવારના મોબાઇલ ફોન જપ્ત કર્યા

author img

By

Published : Aug 12, 2020, 11:04 PM IST

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પૈસાની લેતીદેતીની તપાસ કરતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રિયા ચક્રવર્તી અને તેના પરિવારના મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કબજે કરી લીધા છે. આ માહિતી ED ના સ્રોતો દ્વારા પ્રાપ્ત થઈ છે.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ

મુંબઇ : બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં નાણાની તપાસ કરતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના પિતા ઇન્દ્રજીત અને ભાઈ શોવિકના મોબાઇલ ફોન કબજે કર્યા છે.

EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સીએ તેમની તપાસના ભાગ રૂપે રિયા અને તેના પરિવાર પાસેથી અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ કબ્જે કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ,એજન્સીએ મોબાઇલ ફોન કબ્જે એટલા માટે કર્યા છે તે જોવા માગે છે કે, રિયા અને સુશાંત વચ્ચે શેર કરેલા SMS મોબાઈલમાંથી કાઢી નાખવામાં આવ્યા છે કે નહીં.

જો રિયા અભિનેતા અથવા તેના પરિવારના સભ્યો સાથે નાણાકીય વ્યવહાર વિશે વાત કરશે, તો ED તેની પણ તપાસ કરશે. સૂત્રોએએ પણ ઘટસ્ફોટ કર્યો હતો કે, ED દ્વારા પૂછપરછ દરમિયાન તેણે ઓક્ટોબર 2019માં ઇટાલીની યાત્રા વિશેનો પોતાનો અનુભવ શેર કર્યો હતો, જ્યારે તેણે સુશાંતને હોટલમાં હતાશ થતો જોયો હતો.

ED સૂત્રોએ જણાવ્યું કે, રિયા, શોવિક અને ઇન્દ્રજિતે તેમની સંપત્તિની વિગતો એજન્સી સાથે શેર કરી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, EDએ બેંક અધિકારીઓને રિયા અને તેના પરિવારના સંપત્તિના દસ્તાવેજોની વિગતો શેર કરવા જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુશાંતના પૂર્વ બિઝનેસ મેનેજર અને રિયાના હાલના મેનેજર શ્રુતિ મોદીએ EDને કહ્યું હતું કે, તે અભિનેતાને પુછીને તમામ અંગત અને વ્યાવસાયિક નિર્ણયો લેતી હતી. EDએ સુશાંતના પિતાની ફરિયાદના આધારે 31 જુલાઇએ તપાસ હાથ ધરી હતી.

CBIએ 6 ઓગસ્ટના રોજ સુશાંતના મોતની તપાસ પોતાના હાથમાં લીધી હતી. તેમણે રિયા અને તેના પરિવારના સભ્યો સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.