મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે તપાસ શરુ છે. સીબીઆઈ પણ જોરશોરથી તપાસમાં લાગેલી છે. સુશાંતના મોતનું કારણ શોધવા માટે તેમની બહેનોએ દિવસ રાત એક કરી છે.પરંતુ હવે સુશાંતની બહેનો પણ આ કેસમાં મુસીબતમાં ફસાઈ રહી છે.
રિયા ચક્રવર્તીએ સપ્ટેમબર મહિનામાં સુશાંતની બહેનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ સુશાંતની બહેનો પર આરોપ લગાવ્યો હતો કે, સુશાંતને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન દવા આપવામાં આવી હતી. જેના કારણે અભિનેતાને પેનિક અટૈક આવ્યો હતો. મુંબઈ પોલીસે રિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની એક કોપી સીબીઆઈને સોંપી છે. હવે સુશાંતની બહેનોને એ વાતનો ડર લાગે છે કે, સીબીઆઈ તેમની પણ ધરપકડ કરી શકે છે. જેના માટે તેમણે બૉમ્બે હાઈકોર્ટને વિનંતી કરી કે કેસની સુનાવણી જલદી શરુ કરવામાં આવે.
સુશાંતની બહેનો અનુસાર રિયાએ જે ફરિયાદ દાખલ કરી છે, તે સંદર્ભ સીબીઆઈ તેમના વિરુદ્ધ એક્શન લઈ શકે છે અને ધરપકડ પણ કરી શકે છે. જેના કારણે પ્રિયંકા અને મીતૂએ બૉમ્બે હાઈકોર્ટમાં પિટીશન ફાઈલ કરી છે. તેની સુનવણી જલ્દી કરવામાં આવે. સુશાંતની બંન્ને બહેનો ઈચ્છે છે કે, આ પહેલા રિયા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ હેઠળ તેમના વિરુદ્ધ કોઈ પણ એક્શનની સંભાવના છે. તેમની સુનાવણી કોર્ટમાં થઈ જાય. આ વાતને બંન્નેએ તેમના વકીલ દ્વારા જસ્ટિસ એસ.એસ.શિંદે અને જસ્ટિસ એમ.એસ. કર્નિક સામે રાખી છે.
આ મામલે રિયા ચક્રવર્તીએ પણ બૉમ્બે હાઈકોર્ટને ભલામણ કરી કે, સુશાંતની બહેનોએ જે ફરિયાદ રદ્દ કરવાની અરજી કોર્ટમાં દાખલ કરી છે. તેને રદ્દ કરવામાં આવે. બંન્ને બહેનો વિરુદ્ધ એક્શન લેવામાં આવે. બંન્ને તરફથી ટ્રાયલ ચાલું છે. હવે જોવાની વાત એ છે કે, કોર્ટની તરફથી આ મામલે શું નિર્ણય લેવામાં આવે. આપને જણાવી દઈએ કે, એક મહિના જેલમાં રહ્યા બાદ 7 ઓક્ટોબરના રોજ રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા.
આ પણ વાંચો :