મુંબઈ: લોકડાઉન દરમિયાન પંજાબી સિંગર અભિનેતા દિલજીત દોસાઇ ઘરે જ રહી અને સમય વિતાવ્યો હતો. તે દરમિયાન તેના ફેંસને કુકિંગના ક્લાસ આપ્યા હતા. હાલમાં દિલ જીતે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તે અલગ-અલગ કપડામાં ગોવિંદા સ્ટાઇલમાં ડાન્સ કરતા જોવા મળ્યો હતો.
- View this post on Instagram
For All Govinda Fans 😎 🦾 #diljitdosanjh #Reels #firstreels WAH WAH JI WAH WAH ....
">
દિલજીતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે 1998ની ગોવિંદાની હિટ ફિલ્મ ‘દુલ્હે રાજા કે લડકા દિવાના લગે’ ગીત પર ડાન્સ કરતા નજર આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું ગોવિંદાના ફેંસ માટે વાહ વાહ જી વાહ વાહ...
દિલજિતે શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર સાથેની ફિલ્મ ‘ઉડતા પંજાબ’થી બોલિવૂડમાં શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે દિલજીતને ફિલ્મ ફેયર એવોર્ડ ફોર બેસ્ટ મેલ ડેબ્યૂ પણ મળ્યો હતો.
ત્યારબાદ દિલજીતે બોલિવૂડમાં પણ દમદાર એક્ટિંગ કરી અને લોકોના દિલ જીતવાનું શરૂ કરી દીધું. ફિલ્મ ‘ગુડ ન્યુઝ’, ‘રાઈઝીંગ સ્ટાર ’અને 'સુરમાં' તે લીડ રોલમાં જોવા મળ્યા હતા.