- ડૉક્ટરના કહેવા પ્રમાણે દિલીપકુમારની તબિયત હવે ઠીક છે
- રવિવારે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
- દિલીપકુમાર થોડા દિવસો માટે ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે
મુંબઈ: બોલીવુડ અભિનેતા દિલીપકુમારને( Dilip kumar ) રવિવારે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ત્યારબાદ દિલીપકુમારને દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ હોસ્પિટલમાં તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, તેમને બાયલેટરલ પ્લ્યુરલ ઇફ્યુઝન છે.
આ પણ વાંચો: અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar ) ની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં થઇ રહી છે તકલીફ
અભિનેતા દિલીપકુમારને શ્વાસની તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
ડૉક્ટરના કહેવા પ્રમાણે તેની તબિયત હવે ઠીક છે. હવે દાખલ થયા તેની તુલનામાં અત્યારે વધુ સારું છે. શ્વાસ લેવામાં તકલીફ હવે ઓછી થઈ છે, પરંતુ હજી પણ ઓક્સિજનના ટેકા પર છે. દિલીપકુમાર થોડા દિવસો માટે ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે. ત્યારબાદ તેમને 3-4 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. અભિનેતા દિલીપકુમારને શ્વાસની તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ સ્થિર છે. છાતીના નિષ્ણાંત ડૉ.જલીલ પારકરે મંગળવારે આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: દિલીપકુમારના બંને ભાઈઓ કોરોના સંક્રમિત, બંનેની હાલત ગંભીર
પત્ની અભિનેતા સાયરા બાનુએ ટ્વિટ કરી
સોમવારે તેમની પત્નીએ કહ્યું કે તેમની તબિયતમાં સુધારો થયો છે. તેના ઓક્સિજનનું સ્તર સારું છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઓછી થઈ છે. ગઈકાલે સાંજે કુમારની પત્ની અભિનેતા સાયરા બાનુએ પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક નોંધ શેર કરીને ચાહકોને તેમની પ્રાર્થના અને શુભકામનાઓ માટે આભાર માન્યો હતો. 76 વર્ષીય અભિનેતાએ લખ્યું છે કે, "મારા પતિ, મારા કોહિનૂર, અમારા દિલીપકુમાર સાહેબની તબિયત સ્થિર છે અને ડૉક્ટરોએ મને ખાતરી આપી છે કે તેને જલ્દીથી રજા આપવામાં આવે."
મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar)ને રવિવારે સવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાને છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તે પછી તેમને રવિવારે દાખલ કરવામાં આવ્યા હતા.
રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા
આપને જણાવી દઈએ કે, દિલીપકુમાર (Dilip Kumar)ને ગયા મહિને પણ આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને રૂટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, પરીક્ષણ બાદ તેને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ તેની સારવાર તબીબોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. દિલીપ કુમાર વિશે તેમની પત્ની સાયરા બાનુ (Saira Banu)એ માહિતી આપી હતી.