મુંબઇ: મુંબઇ: ફિલ્મ 'દિલ બેચારા' નું ત્રીજું ગીત 'ખુલ કે જીને કા તરીકા ' રિલીઝ થયું છે જેને પ્રખ્યાત સંગીતકાર એ આર રહેમાને કંપોઝ કર્યું છે. આ ગીતમાં સુશાંત અને સંજના સાંઘી જિંદગીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.
અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખેલા આ ગીતને અરિજીત સિંહ અને સાશા તિરુપતિ એ ગાયું છે. ગીતની ધૂનને રહેમાનના તમિલ ગીત 'કનનીલ ઓરુ થલી' માંથી લેવામાં આવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ વિશે સાશાએ જણાવ્યું, "ખુલ કે જીને કા તરીકા' ગીતના શબ્દોને રહેમાન સર દ્વારા સુંદર મજાની ધૂનમાં કંડારવામાં આવ્યા છે . આ ગીત અરિજીત સિંહ સાથે ગાવાની પણ ખૂબ મજા આવી. લાંબા સમય પછી મે બેઅદબ, લતિફા, સલિકા, જેવા શબ્દો સાંભળ્યા. "
મુકેશ છાબડા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 જુલાઈએ રજૂ થશે.