- દિયા મિર્ઝાએ આપ્યો બાળકને જન્મ
- Prematurely થઈ પ્રસુતિ
- પતિ વૈભવ રેખીએ સોશ્યલ મીડિયા દ્વારા આ ખુશખબરી આપી
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ દિકરાને જન્મ આપ્યો છે. અભિનેત્રી અને તેમના પતિ વૈભવ રેખીએ સોશ્યલ મીડિયા દ્વારા આ ખુશખબરી ફેન્સને આપી છે. તેમના દિકરાનું નામ Avyaan Azaad Rekhi રાખવામાં આવ્યું છે.
Prematurely ડિલેવરી
એક્ટરે જણાવ્યું છે કે તેમના દિકરાનો જન્મ 14 મેના દિવસે prematurely (સમયથી પહેલા) થી જ થઈ ગયો હતો. તેમની સારવાર ICUમાં થઈ રહ્યો હતો. લગભગ 2 મહિના બાદ દિયા મિર્ઝાએ ફેન્સને આ જાણકારી આપી હતી.
આ પણ વાંચો : Happy Birthday Ranveer Singh: બોલિવુડ અભિનેતા રણવીર સિંહનો આજે 36મો જન્મદિવસ, અનેક કલાકારોએ પાઠવી શુભેચ્છા
પ્રેગ્નેસી દરમિયાન તેમને બેક્ટરીયલ ઇનફેક્શન
અભિનેત્રીએ જણાવ્યું કે, પ્રેગ્નેસી દરમિયાન તેમને બેક્ટરીયલ ઇનફેક્શન થઈ ગયું હતું અને જીવ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આવામાં ઈમર્જન્સી C-section દ્વારા તેમની પ્ર મેચ્યોર ડિલેવરી કરવામાં આવી હતી ત્યાર બાદ તેઓની દેખરેખ ICUમાં થઈ રહી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પરિવાર બાળકને સ્વાગત કરવા માટે ઉત્સુક
દિયા મિર્ઝા અને વૈભવ રેખીએ પોતાના દિકરાને ઘરમાં સ્વાગત કરવા માટે ઉત્સુક છે. અભિનેત્રીએ લખ્યુ હતું કે, દિકરાના દાદા-દાદી અને દીદી સમાયરા બાળકને રમાડાવા માટે ઉત્સુક છે.
આ પણ વાંચો : Bollywood actress Kiara Advaniએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હોટ ફોટો, થઈ રહ્યો છે વાઈરલ
ફેન્સ આશ્ચર્યમાં
15 ફેબ્રુઆરીએ દિયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના કેટલાક દિવસ પહેલા જ તેમણે તેમના સંબધ વિશે જણાવ્યું હતું. તેમના લગ્ન વિશે જાણી ફેન્સને ઘણુ આશ્ચર્ય થયું હતું. આ પછી તેમણે પ્રગ્નેસીની ખુશખબરી આપી હતી.