- બોલિવૂડ એક્ટ્રેસ દીયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે કર્યા લગ્ન
- દીયા-વૈભવના લગ્ન 15 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થયા
- પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં કર્યા લગ્ન
મુંબઈ: દીયા મિર્ઝા અને વૈભવ રેખીના લગ્ન 15 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થયા. દીયા મિર્ઝાએ લગ્નમાં લાલ રંગની સાડી પહેરી હતી. આ સાડીમાં દિયા મિર્ઝા ઘણી જ સુંદર લાગતી હતી. લગ્ન પહેલાં દીયાએ મહેંદીની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. દીયાએ બાંદ્રા સ્થિત પાલી હિલ ખાતે પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.
પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં કર્યા લગ્ન
વૈભવ મુંબઈનો બિઝનેસમેન, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર અને પિરામલ ફંડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનો ફાઉન્ડર છે. વૈભવે આ પહેલાં યોગ અને લાઇફસ્ટાઇલ કોચ સુનૈના રેખીની સાથે મેરેજ કર્યા હતા. તેમની એક દીકરી પણ છે. દીયાએ આ પહેલાં સાહિલ સંઘાની સાથે મેરેજ કર્યા હતા. અનેક વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ તેમણે ઓક્ટોબર 2014માં મેરેજ કર્યા હતા. ઓગસ્ટ 2019માં દીયાએ દીયા અને સાહિલે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે, તેઓ અલગ થયા છે.