મુંબઇઃ અભિનેત્રી નિર્માતા દિયા મિર્ઝાએ અન્ય હસ્તીઓ સાથે કોવિડ-19ના પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી, જે સંયુક્ત રાષ્ટ્ર (UA) મહાસચિવના સતત વિકાસ લક્ષ્યો પર કામ કરે છે. અભિનેત્રીએ દુનિયાના દૂરના વિસ્તારો સુધી જલ્દી જ મદદ પહોંચશે તેમ જણાવ્યું હતું.
દિયા અને એસડીજીના અન્ય એડવોકેટ જેવા કે, જૈક માએ (અલીબાબા સમૂહના સંસ્થાપક) 3 એપ્રિલે એક નિવેદનમાં કહ્યું હતું કે, તે પ્રભાવિત લોકોની સાથે એકજૂથ થઇને ઉભા છે.
આ નિવેદનમાં આફ્રિકા, મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા, લૈટિન અમેરિકા અને નાના દ્વીપોમાં નબળા દેશોની રક્ષા અને સહાયતા માટે વૈશ્વિક રૂપે તત્કાલ પગલા ભરવાનું આહ્વાન કર્યું હતું.
આ નિવેદનમાં આગ્રહ કરવામાં આવ્યો છે કે, 'નેતા, નીતિ, નિર્ધારક અને આંતરરાષ્ટ્રીય સમુદાય, વિશેષ રૂપે જી20 અને જી7, આ ક્ષેત્રમાં કોવિડ 19ના પ્રસારને રોકવા માટે જરૂરી તમામ સંસાધનોને જલ્દી જ નિર્ણાયક રુપે મદદ કરવામાં આવશે.'
દિયાએ કહ્યું કે, કોવિડ 19 માટે ઉભા થવા માટે આર્થિક અને અન્ય મદદ માટે એક ગ્લોબલ મુવમેન્ટની જરુરિયાત છે.
અભિનેત્રીએ કહ્યું કે, કોવિડ 19 વાઇરસ ભૌગોલિક સીમાઓથી ઉપર છે. આ પ્રકૃતિનો એક સંદેશો છે. પરિસ્થિતિક સંતુલનની રક્ષા, પુનર્સ્થાપના માટે જાગરુત નાગરિક થઇને તમામે એક સાથે કામ કરવાની જરુર છે. કારણ કે, આપણું સ્વાસ્થય પર્યાવરણ પર આધારિત છે. આ એકજૂથતા, એક્તા, માનવતા માટે વાઇરસ વિરૂદ્ધ લડાઇને કારણે થનારા નુકસાન અને અસમાનતાઓનો સામનો કરવા માટે કામ કરવાનો સમય છે.