ETV Bharat / sitara

લોકડાઉનમાં અભિનેતા ધર્મેન્દ્ર બન્યા ખેડૂત, વીડિયો પર શેર કર્યો સંદેશ

બોલીવુડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર આ દિવસોમાં ચાલી રહેલા લોકડાઉનમાં ખેડૂત બન્યા છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખેતર ખેડતા જોવા મળ્યા.

author img

By

Published : Apr 18, 2020, 7:21 PM IST

dharmendra
dharmendra

મુંબઈ: બોલીવૂડ સ્ટાર ધર્મેન્દ્ર આ દિવસોમાં ખેડૂત બની ગયા છે. અભિનેતા કેટલીકવાર શાકભાજી ઉગાડતા હોય તેવો વીડિઓ શેર કરે છે તો કેટલીકવાર ખેતરોમાં ખેતી કરતા જોવા મળે છે.

ધર્મેન્દ્રએ ફરી એકવાર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ટ્રેક્ટર પર છે અને જણાવે છે કે નાના ખેતરો તે પોતે જ ખેડે છે. આ સાથે ધર્મેન્દ્ર એમ પણ કહે છે કે આનાથી કસરત પણ થાય છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે તે કોરોનાના સમય દરમિયાન લોકોને પ્રેરણા આપવા માટે પણ શેર કરી રહ્યા છે.

ધર્મેન્દ્ર હવે સંપૂર્ણપણે ખેતીમાં રંગાઇ ગયા છે. તેણે તાજેતરમાં તેના બગીચામાં શાકભાજી ઉગાડ્યા હતા. તેણે તેનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં પણ તે ખૂબ જ ખુશ દેખાયો હતો. આ વખતે પણ તેણે જે વીડિયો શેર કર્યો છે તેમાં 84 વર્ષની વય હોવા છતાં, ધર્મેન્દ્ર ખૂબ જ ફીટ લાગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.