- દીપિકા પાદુકોણે પીવી સિંધુ સાથે બેડમિન્ટન રમતાનો વીડિયો અને કેટલાક ફોટા શેર કર્યા
- દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટન ખેલાડી રહી છે
- પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે
હૈદરાબાદ: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સ્ટાર શટલર પીવી સિંધુ સાથે બેડમિન્ટન રમતી જોવા મળી હતી. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ ક્ષણનો વીડિયો અને કેટલાક ફોટા શેર કર્યા છે, ત્યારબાદ ઘણા લોકોએ પીવી સિંધુની બાયોપિક વિશે ટિપ્પણીઓ કરવાનું પણ શરૂ કર્યું.
શું દીપિકા સિંધુની બાયોપિક કરશે?
દીપિકા પાદુકોણે સિંધુ સાથે બેડમિન્ટન રમતા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, તેના કેપ્શનમાં, તેમણે લખ્યું, અમારી દિનચર્યામાં એક ખાસ ક્ષણ. પીવી સિંધુ સાથે કેલરી બર્નિંગ, જેના પર તેના પતિ અને અભિનેતા રણવીર સિંહે પણ ટિપ્પણી કરી છે. જલદી દીપિકાએ આ વીડિયો અને ઘણા ફોટા શેર કર્યા, લોકો કોમેન્ટમાં પૂછવા લાગ્યા, શું દીપિકા સિંધુની બાયોપિક કરશે? ભારતના સ્ટાર શટલરની બાયોપિક બનવા અંગે ઘણા લોકોએ ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચો :IPL 2021: આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો, MIનું પલડું ભારે
દીપિકા પાદુકોણ રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટન ખેલાડી રહી ચુકી છે
બાયોપિકની અટકળો તેજ થઈ ગઈ છે કારણ કે, તાજેતરમાં રણવીર સિંહ, પીવી સિંધુ અને દીપિકા પાદુકોણ પણ ડિનર સેશનમાં સાથે જોવા મળ્યા હતા. થોડા જ દિવસોમાં, દીપિકા અને સિંધુ બીજી વખત સાથે જોવા મળ્યા છે, તેથી ચાહકો હવે સિંધુની બાયોપિક વિશે અટકળો લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો આપણે દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટન ખેલાડી રહી છે. તેના પિતા પ્રકાશ પાદુકોણ બેડમિન્ટનની દુનિયાના લોકપ્રિય ચહેરાઓમાંના એક છે, તેમનું નામ ભારતના મહાન બેડમિન્ટન ખેલાડીઓની યાદીમાં સામેલ છે.
આ પણ વાંચો :અભિનવ બિંદ્રાએ નીરજ ચોપરાને આપી ખાસ ભેંટ
ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનાર પીવી સિંધુ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે
ઉલ્લેખનીય છે કે, પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા 2016 ના રિયો ઓલિમ્પિકમાં ભારતના સ્ટાર શટલરે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જ તેણે ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. આવું કરનાર તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.