મુંબઇ: અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં અભિનેત્રીએ તેના ચહેરા પર સિલ્વર ફેસ માસ્ક લગાવ્યો હતો. આ તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, 'હું વિકેન્ડ માટે તૈયાર થઈ રહી છું'.
અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રમૂજી મીમ શેર કર્યું, તેણે પોતાના ફોટોનો મજાક ઉડાવી હતી. મીમમાં એક બાજુ દીપિકાએ સિલ્વર ફેસ માસ્ક પહેરેલો ફોટો છે. કાજુ કતલીના ફોટો પર 'કાજુ કતલી' લખ્યું છે અને દીપિકાના ફોટા પર 'કાજુ કતલી પ્રો મેક્સ' લખેલું છે. તેણે જાતે જ પોતાના ફોટાને કાજુ કતલીનું પ્રો મેક્સ વર્ઝન ગણાવ્યું હતું.
આ પહેલા પણ દીપિકા ઘણી વખત પોતાના ફોટો સાથે આવી રમૂજી મીમ શેર કરી ચૂકી છે. લોકડાઉનમાં અન્ય સેલેબ્સની જેમ દીપિકા પણ આ દિવસોમાં તેના ઘરે પોતાનો સમય વિતાવી રહી છે.
બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં સામેલ છે. દીપિકા અવારનવાર તેના લુકનો પ્રયોગ કરતી જોવા મળે છે. ઘણી વખત દીપિકાને તેની ફેશનને કારણે ટ્રોલનો સામનો કરવો પડે છે, અને કેટલીક વાર તેની ફેશન સેન્સની પણ પ્રશંસા કરવામાં આવે છે.
આ આગાઉ દીપિકા પાદુકોણે જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ 2019માં ભાગ લીધો હતો. ઇવેન્ટમાં દીપિકા બેબી પિંક અને બ્લેક ગાઉનમાં ખૂબ જ આકર્ષક લુકમાં જોવા મળી હતી. દીપિકાના આ રાજકુમારી લુક પર ચાહકોએ ઘણી રમૂજી મીમ બનાવી હતી. આમાંની એક ખૂબ જ ક્રિએટિવ મીમ દીપિકાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી.
દીપિકા અને રણવીર બોલિવુડના સૌથી પોપ્યુલર અને પસંદ કરવામાં આવતા કપલ્સમાંથી એક છે. બન્નેના વચ્ચેનો પ્રેમ, મિત્રતા અને બોન્ડિંગ જોતાની સાથે જ દેખાય છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ફિલ્મ બન્ને ફિલ્મ 83માં જોવા મળશે.