- શાહરૂખ ખાન અને કાજોલ અભિનીત બૉલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ 'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે'
- 'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે' રિલીઝના 25 વર્ષ પૂર્ણ
મુંબઈઃ શાહરૂખ ખાન અને કાજોલ અભિનિત બૉલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ 'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે' રિલીઝના 25 વર્ષ પૂર્ણ થયા છે. ફિલ્મના વીડિયો એડિટર કેશવ નાયડુએ ફિલ્મ નિર્માણના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે જ્યારે તે તેનું સંપાદન કરી રહ્યા હતા, ત્યારે તેમણે વિચાર્યું પણ ન હતું કે, તે હિન્દી સિનેમાની આટલી મોટી હિટ ફિલ્મ સાબિત થશે. જોકે, તેમણે કહ્યું કે, તે જાણતા હતા કે તે કંઈક 'શાનદાર' કરી રહ્યા છે.
દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે' રિલીઝના 25 વર્ષ પૂર્ણ
'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગ' 20 ઓક્ટોબર, 1995 ના રોજ રીલિઝ થઈ હતી. નાયડુએ કહ્યું હતું કે, તે શાહરૂખ ખાન અને કાજોલની જોડીથી ખૂબ પ્રભાવિત થયા હતા.
ફિલ્મ અંગે કાજોલના વિચાર
એક સમયે બોક્સ ઓફિસના કિંગ ગણાતા શાહરૂખ ખાન અને તેમની સાથે સૌથી સફળ જોડી કાજોલની ફિલ્મ 'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે'ના 25 વર્ષ પૂર્ણ થયા છે. આદિત્ય ચોપડા દિગ્દર્શિત આ ફિલ્મમાં સિમરનના મુખ્ય પાત્ર ભજવનારા કાજોલે આ પ્રસંગે કહ્યું કે, તેના જીવનીની આ એક અલગ અનુભવ આપનારી ફિલ્મ છે.'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે', તે સિનેમા હોલમાં સૌથી વધુ ચાલનારી હિન્દી ફિલ્મ બની હતી, તે 20 ઓક્ટોબર 1995 ના રોજ રીલિઝ થઈ હતી.
આ ફિલ્મ હજી મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં બતાવવામાં આવે છે. આ અંગે કાજોલ કહે છે કે, "હું માનું છું કે 'દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે' એક ક્લાસિક ફિલ્મ છે કારણ કે દરેક લોકો ક્યાંકને ક્યાંક સિમરન અને રાજની ઝલક પોતાનામાં જોવે છે. મને લાગે છે કે લોકો આ ફિલ્મના પાત્રો જોણે દિલથી પ્રેમ કરે છે."