મુંબઈ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ધર્મા પ્રોડક્શનના પૂર્વ કાર્યકારી નિર્માતા ક્ષિતિજ પ્રસાદને એજન્સી દ્વારા અપમાનિત અને ત્રાસ આપવાનારા દાવાઓનું ખંડન કર્યું છે. તે સંપુર્ણ પણે ખોટું જણાવ્યું છે.
NCBએ ક્ષિતિજની શનિવારના રોજ ધરપકડ કરી હતી. NCBએ એક નિવેદનમાં કહ્યું કે, કથિત રીતે ક્ષિતિજનના વકીલ સતીશ માનેશિંદે દ્વારા જાહેર કરાયેલા સમાચારોમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, NCBની મુંબઈ જોનલ યૂનિટના અધિકારીઓએ ક્ષિતિજને અપમાનિત અને ત્રાસ આપ્યો હતો.
આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે. NCBએ ક્ષિતિજની એટલા માટે ધરપકડ કરી હતી કે, તેમની પાસેથી કેટલાક સબુતો મેળવ્યા હતા. NCBનું નિવેદન ક્ષિતિજના વકીલ સતીશ મનેશિંદેના એ આરોપ બાદ આવ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે,પુછપરછ દરમિયાન કરણ જોહરનું નામ લેવા પર દબાવ કરવામાં આવ્યો હતો.
NCBએ કહ્યું કે, ક્ષિતિજ મદદ કરતો ન હતો. માટે અદાલત પાસે તેમની કસ્ટડી માંગી હતી. ક્ષિતિજને 3 ઓક્ટોમ્બર સુધી NCBની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અદાલતે તેમના આદેશમાં કહ્યું કે, આરોપીની સાથે કોઈ પણ પ્રકારનો શારિરીક દુવ્યવ્હાર કરવામાં આવ્યો નથી.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે સામે આવેલા ડ્રગ્સની તપાસના કારણે ઈડીના આદેશ પર એનસીબીએ સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી, તેમનો ભાઈ શોવિક અને સુશાંતના મૈનેજર મિરાંડા પર ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર મામલે કુલ 20 લોકોની ધરપકડ કરાઈ છે.
NCBએ આ મામલે બૉલીવૂડ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ , ફૈશન ડિઝાઈનર સિમોન ખંબાટા , દીપિકાની પૂર્વ મૈનેજર કરશિમા પ્રકાશ સહિત કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી છે.