- ફરિયાદ અંગે કોર્ટના આદેશ બાદ મુંબઈ પોલીસે કેસ નોંધ્યો
- કંગના, કમલ કુમાર જૈન, રંગોલી ચંદેલ અને અક્ષત રનૌત સામે FIR
- 'દિદ્દા: ધ વોરિયર ક્વીન ઑફ કાશ્મીર' પુસ્તકના કૉપિરાઇટ મામલે ફરિયાદ
મુંબઈ: એક પુસ્તકના કોપીરાઈટ ઍક્ટના ભંગની ફરિયાદ અંગે કોર્ટના આદેશ બાદ મુંબઈ પોલીસ દ્વારા અભિનેત્રી કંગના રાનૌત કેસ નોંધાયો છે. આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે, ખાર પોલીસ સ્ટેશનમાં કંગના, કમલ કુમાર જૈન, રંગોલી ચંદેલ અને અક્ષત રનૌત સામે FIR નોંધવામાં આવી છે.
![કૉપિરાઇટના ભંગ બદલ અભિનેત્રી કંગના રાનૌત સામે ગુનો દાખલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-mh-mhc10078-khar_13032021070142_1303f_1615599102_379.jpg)
આ પણ વાંચો: કંગના રાનૌતે સ્મૂદીનો ફોટો શેર કર્યો, એક ફોટામાં થઈ ગઈ ટ્રોલ
લેખક આશિષ કૌલની 'દિદ્દા: ધ વોરિયર ક્વીન ઑફ કાશ્મીર' પુસ્તકના કૉપિરાઇટના મામલાની ફરિયાદમાં કંગના રાનૌત પર આરોપ લાગ્યો છે. હિન્દીમાં અનુવાદિત કરેલું પુસ્તક 'દિદ્દા: ધ વોરિયર ક્વીન ઑફ કાશ્મીર' ના નામ પર આવ્યું છે. કૌલે કહ્યું કે કાશ્મીરની રાણી અને લોહર (પૂંછ) ની રાણી દિદ્દાની કહાની કૉપિરાઇટ છે. તેમણે કહ્યું હતું કે, જાણીતી અભિનેત્રીએ પુસ્તક અને તેની કહાની પર પોતાનો અધિકાર જમાવ્યો છે.
આ પણ વાંચો: કંગનાનું નવું સોપાન: મનાલીમાં શરૂ કરશે કેફે અને રેસ્ટોરન્ટ