મુંબઇઃ છેલ્લા ઘણા દિવસોથી બૉલિવૂડમાં અભિનેત્રી ચાહત ખન્ના અને સિંગર મિકા સિંહના અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. આ અફવાઓનું કારણ બન્યું બંનેની એક સાથેના શેર કરવામાં આવેલો ફોટો અને તેના પર લખ્યું હતું કે, #quarantinelove.
ચાહત ખન્નાએ હાલમાં જ સિંગર મિકા સિંહ સાથેના અમૂક ફોટા શેર કરીને #quarantinelove લખ્યું હતું. જે બાદ અફવઓ આગની જેમ ફેલાઇ કે, બંને રિલેશનશીપમાં છે. ત્યાં સુધી કે, લોકો પણ ચાહત ખન્નાને પૂછવા લાગ્યા કે, તેનું અફેર ક્યારે શરુ થયું...
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ચાહત ખન્નાએ અત્યારે પણ સતત આ પ્રકારના મેસેજ મળી રહ્યા છે અને જાણવા મળી રહ્યું છે કે, તેનું મીકા સિંહ સાથ અફેર ચાલી રહ્યું છે. પરેશાન થઇને હવે ચાહકે પોતાના આ #quarantinelove પર વાત કરવી જ પડી.
ચાહત ખન્નાએ હાલમાં જ એક મનોરંજન વેબસાઇટને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો કે, જેવું તેના ફેન્સ સમજી રહ્યા છે, તેવું કહીં નથી. તેણીએ કહ્યું કે, લોકોએ મારું મગજ ખાઇ રહ્યા છે. લોકો વારંવાર મને કહી રહ્યા છે કે, તેને (મીકા સિંહ) ડેટ ના કરતી, અમારું દિલ તોડ્યું. તો અમુક ફેન્સ એમ પણ બોલી રહ્યા છે કે, તેની સાથે સારી લાગી રહી છું. હું આ વિશે મારા મિત્રો સાથે વાત કરતા હસી પડી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ચાહત ખન્નાએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તે અને મીકા સિંહે ક્વોરન્ટાઇન લવ નામનું એક ગીત જલ્દી જ રિલીઝ થવાનું છે. આ ગીતને મીકા સિંહે પોતાના ઘર પર જ શૂટ કર્યું છે.
તેમણે કહ્યું કે, અમે ઘરમાં જ શૂટ કર્યું છે. અમે બંને એક બીજાના પાડોશી છીએ. હું બસ તેમના ઘરે ગઇ હતી. અમે બંનેએ મળીને ફોન પર શૂટ કર્યું છે. લોકો સમજી ન શક્યા કે, હું ગીતનું પ્રમોશન કરી રહી છું.
તેમણે વધુમાં કહ્યું કે, લોકો સમજી રહ્યા છે કે, અમે એકબીજાને ડેટ કરી રહ્યા છીએ, જ્યારે આ પ્રમોશનની રીત છે.
આ સાથે જ ચાહત ખન્નાએ વધુમાં જણાવ્યું કે, મીકા સિંહ સાથેન ફોટો શેર કર્યા બાદ લોકોએ તેમને સોશિયલ મીડિયા પર અનફૉલો પર કરી હતી, કારણ કે, તેમને લાગ્યું કે, હું મીકા સિંહને ડેટ કરી રહી છું.
ચલો કંઇ નહીં મીકા સિંહની અને ચાહતની જોડી રિયલમાં તો ન બની પરંતુ જલ્દી જ રિલીઝ થનારા આ ગીત ક્વોરન્ટાઇન લવમાં બંનેની કેમેસ્ટ્રી જોવા મળી શકે છે અને દર્શકોને કેટલું આ ગીત પસંદ આવે છે તે દિલચસ્પીનો વિષય છે.