- નોરા ફતેહીને પસંદ છે ટ્રેડિશનલ આઉટફિટ
- સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે નોરા
- ટ્રેડિશનલ લુકમાં નોરાનો આકર્ષક અંદાજ
અમદાવાદઃ નોરા ફતેહી, આ નામથી કોણ પરિચિત નહીં હોય. જી હાં, બોલીવુડમાં પોતાના ડાન્સથી અલગ જ ઓળખ ઉભી કરનારી અભિનેત્રી નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. અવારનવાર તે પોતાના ફોટોઝ શેર કરતી જોવા મળે છે. ત્યારે આજે આપણે નોરાના ટ્રેડિનશલ લુકની વાત કરીશું. અહીં તમે નોરા ટ્રેડિશનલ લુકમાં કેવી આકર્ષક દેખાઈ રહી છે તે જોઈ શકો છો.
આ પણ વાંચોઃ જેનીલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા
સાડી સાથે બેલ્ટ પહેરતા આકર્ષણનું કેન્દ્ર બની નોરા
નોરા ફતેહીએ એક ઈવેન્ટ માટે સ્ટેટમેન્ટ સાડીને પસંદ કરી હતી. જો કે, અવારનવાર તે સાડી સાથે અલગ વસ્તુ પણ પહેરતી હોય છે. ત્યારે એક સાડીમાં તો તેણે સાડીની ઉપર બેલ્ટ પહેર્યો હતો, જેના કારણે તે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પણ વાંચોઃ હું વર્ષ 2020થી કંટાળી ગઈ છુંઃ નોરા ફતેહી
નોરા અનેક તહેવારોમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે
નોરાને ટ્રેડિશનલ કપડાની સાથે-સાથે જ્વેલરી પહેરવાનો પણ શોખ છે. તે પોતાના સંપૂર્ણ ટ્રેડિશનલ લુક માટે જ્વેલરીથી માંડીને પગરખાં સુધી તમામ વસ્તુનું ધ્યાન રાખે છે. ધનતેરસ હોય કે પછી બીજા તહેવાર નોરા ફતેહી તે સમયે ટ્રેડિશનલ લુકમાં જ જોવા મળે છે.