ન્યૂઝ ડેસ્ક: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Alia Bhatt and Ranbir kapoor) પ્રથમ વાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. કપલી આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું શૂંટિંગ પૂર્ણ (Brahamastra Shooting) પણ થઇ ગયું છે. તાજેતરમાં જ આ ફિલ્મના પહેલા પાર્ટનું અંતિમ શેડ્યૂલ કાશીમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી અને લીડ સ્ટારકાસ્ટ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે શૂંટિગ પૂરુ કરી કાશી મંદિર ખાતે પહોંચ્યાં હતા. આ દરમિયાન તેણે ફોટોસેશન પણ કરાવ્યું હતુ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મનું શૂટિંગ વારાણસીની ગલીઓ કરાયું: આ પેહલા પણ આલિયા અને રણબીર વારાણસીમાંથી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વહેતા થયા હતા. આ દરમિયાન આલિયા-રણબીર ઘણી જગ્યાએ શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. ફિલ્મનું શૂટિંગ વારાણસીની ગલીઓમાં અને નદી કિનારે કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા કરણ જોહર છે.
આ પણ વાંચો: RRR Collection: RRRએ વિશ્વભરમાં 500 કરોડની કમાણી કરી સર્જ્યો રેકોર્ડ
પાંચ વર્ષ લાગ્યો આ ફિલ્મ બનાવતા: લગભગ પાંચ વર્ષ પછી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ અયાન, રણબીર અને આલિયાએ જગવિખ્યાત કાશી મંદિરની મુલાકાત લીધી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, તેના ગળામાં ફુલોની હારમાળા અને કપાળ પર તિલક લગાવેલું છે. આ તસવીરો શેર કરતા નિર્દેશક અયાન મુખર્જીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "અને આખરે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું, બ્રહ્માસ્ત્રનું પહેલો શોર્ટ લીધાના 5 વર્ષ પછી, અમે આખરે અમારો છેલ્લો સીન શૂટ કર્યો, એકદમ અવિશ્વસનીય, પડકારજનક, જીવનભરની મુસાફરી".
શિવનું શૂટિંગ અમે વારાણસીમાં પૂર્ણ કર્યું: અયાન મુખર્જી અયાને આગળ કહ્યું, "ભાગ-1 શિવનું શૂટિંગ અમે વારાણસીમાં પૂર્ણ કર્યું, જે ભગવાન શિવની ભાવનાથી ઓતપ્રોત છે અને તે પણ સૌથી પવિત્ર કાશી વિશ્વનાથ મંદિરમાં, જે આપણને પવિત્રતાનું વાતાવરણ પ્રદાન કરે છે. ખુશી અને આશીર્વાદ, ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ (Brahamastra release date) થવા જઈ રહી છે.
આ ફિ્લ્મમાં આલિયા અને રણબીર સિવાય આ કલાકારો: આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વારાણસીની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું, 'અમે આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2018માં શરૂ કર્યું હતું અને હવે બ્રહ્માસ્ત્ર ભાગ-1નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, 09.09.09ના રોજ સિનેમાઘરોમાં મળીશું. 2022. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.