ETV Bharat / sitara

Salman Khan Birthday :સાપ કરડ્યા બાદ સ્વસ્થ થઈને બહાર આવ્યા 'ભાઈ', કહ્યું "ટાઈગર જિંદા હૈ ઔર સાપ ભી" - Salman Khan says "Tiger is still alive"

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (BOLLYWOOD SUPERSTAR SALMAN KHAN) આજે સોમવારે પોતાનો જન્મદિવસ રાયગઢના પનવેલ સ્થિત તેના ફાર્મ હાઉસમાં સેલિબ્રેટ કરી રહ્યો છે. તેમની સાથે પરિવાર અને નજીકના સંબંધીઓ છે. જન્મદિવસના એક દિવસ પહેલા સલમાન ખાનને સાપ કરડ્યો હતો. પરંતુ હવે 'ભાઈ' ઠીક છે અને મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે આ ઘટના વિશે પણ વાત કરી હતી.

BOLLYWOOD SUPERSTAR SALMAN KHAN :સાપ કરડ્યા બાદ સ્વસ્થ થઈને બહાર આવ્યા 'ભાઈ',એ કહ્યું "ટાઈગર અભી જિંદા હૈ"

author img

By

Published : Dec 27, 2021, 12:29 PM IST

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (BOLLYWOOD SUPERSTAR SALMAN KHAN) આજે સોમવારે પોતાનો 56મો જન્મદિવસ (Salman's 56th Birthday) રાયગઢના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં સેલિબ્રેટ કરી રહ્યો છે. સલમાન ખાનના બર્થ-ડે સેલિબ્રેશન પહેલા ફાર્મ હાઉસમાં જ સાપે ડંખ (Salman Khan was bitten by a snake before his birthday) માર્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સલમાન હવે ઠીક છે અને તેણે ફાર્મહાઉસ પર હાજર મીડિયા સાથે વાતચીત પણ કરી હતી.

BOLLYWOOD SUPERSTAR SALMAN KHAN :સાપ કરડ્યા બાદ સ્વસ્થ થઈને બહાર આવ્યા 'ભાઈ',એ કહ્યું "ટાઈગર અભી જિંદા હૈ"

સલમાન ખાને કહ્યું સાપે જન્મદિવસ પર પહેલી ભેટ આપી

આ દરમિયાન સલમાને સાપ કરડવાની ઘટના વિશે વાત કરી હતી. પત્રકારોને મજેદાર રીતે જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, સાપે તેમના જન્મદિવસ પર પ્રથમ ભેટ આપી છે. સાપે હાથ પર ત્રણ ચુંબન કર્યા.

સલમાને કહ્યું કે, "ટાઈગર અભી જિંદા હૈ"

સલમાન ખાને જણાવ્યું હતું કે, ડેડીનો ફોન આવ્યો અને તેણે પૂછ્યું શું થયું, ઝિંદા હૈ? તો સલમાને કહ્યું કે હા, "ટાઈગર અભી જિંદા હૈ" (Salman Khan says "Tiger is still alive")અને સાપ પણ જીવતો છે. સાપને મારી નાખવામાં આવ્યો ન હતો, તેને પ્રેમથી પાછો જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

પરિવાર અને નજીકના સંબંધીઓ સાથે જન્મદિવસ ઉજવશે

જન્મદિવસની ઉજવણી અંગે સલમાન ખાને જણાવ્યું હતું કે તે અહીં પરિવાર સાથે છે, તે જ મહત્વનું છે. ઓમિક્રોન સંક્રમણ અત્યારે ફેલાઈ રહ્યો છે. દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે. આવી સ્થિતિમાં ફક્ત પરિવાર અને નજીકના સંબંધીઓ જ છે જેમની સાથે તે પોતાનો જન્મદિવસ ઉજવશે.

સદનસીબે સાપ બિન-ઝેરી હતો

બિન-ઝેરી સાપ કરડવાથી હોસ્પિટલમાં દાખલ થયેલા અભિનેતા સલમાન ખાનને રવિવારે રજા આપવામાં આવી હતી, જેના કારણે તેઓ 'ખૂબ જ ખુશ છે અને તેમની તબિયત પણ એકદમ ઠીક છે'. મુંબઈ નજીક આવેલા રાયગઢ જિલ્લાના પનવેલ પાસેના ફાર્મ હાઉસમાં શનિવારે રાત્રે સલમાનના હાથ પર સાપે ડંખ માર્યો હતો. અભિનેતાને નવી મુંબઈના કામોથે સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને રવિવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સદનસીબે સાપ ઝેરી ન હતો.

ફિલ્મ 'ટાઈગર 3' આવતા વર્ષે રિલીઝ થવાની સંભાવના

સલમાન ખાન હાલમાં જ ફિલ્મ 'અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ'માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા મહિને રિલીઝ થઈ હતી. તે કલર્સ ચેનલ પર પ્રસારિત થતા ટીવી રિયાલિટી શો 'બિગ બોસ'માં હોસ્ટ તરીકે પણ જોવા મળે છે અને તેની ફિલ્મ 'ટાઈગર 3' આવતા વર્ષે રિલીઝ થવાની સંભાવના છે.

આ પણ વાંચો:'Bhai' ka Birthday: સલમાન ખાનનો આજે 56મો જન્મદિવસ, જાણો તેમના જીવનના રસપ્રદ કિસ્સા

આ પણ વાંચો: સલમાન ખાનને સાપ કરડ્યો, જાણો કેવી છે 'ભાઈ'ની તબિયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.