બૉલીવુડના દિગ્ગજ કલાકારો જેવા કે, આશા ભોંસલે, રજનીકાંત, સોનૂ સૂદ, વરૂણ ધવન, સલમાન ખાન અને રીતેશ દેશમુખે વડાપ્રધાન મોદીને ટ્ટીટ કરી તેમની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

સલમાન ખાને PM મોદીને ટ્ટીટ કરતા કહ્યુ કે, વડાપ્રધાન મોદીને દેશની જનતાની નિર્ણાયક જીત પર ખૂબ-ખૂબ અભિનંદન. અમે એક મજબુત ભારત માટે તમારી સાથે ઊભા છીએ.

શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પણ PM મોદીને પોતાના અલગ અંદાજમાં ટ્ટીટર પર અભિનંદન પાઠવ્યા છે. તેણીએ ટ્ટીટ કરી કહ્યુ છે કે, 'દેખા યોગા સે હી હોગા'. આને કહે છે ભૂમિ ભંજન ઈલેક્શન પ્રદર્શન. ખૂબ ખૂબ અભિનંદન નરેન્દ્ર મોદીજી, તમને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ.

આશા ભોંસલેએ કહ્યુ કે, ભારતના મતદાતાઓએ ખૂબ જ સમજદારી દાખવી મતદાન કર્યુ છે. માનનીય વડાપ્રધાન મોદીને રાજગ અને ભાજપ પાર્ટીના બધા કાર્યકર્તાઓને અભિનંદન. જેમણે અમારા દેશને લાંબા સમય સુધી અપેક્ષિત સ્વર્ણ યુગમાં લઈ જવા માટે ખૂબ જ મહેનત કરી છે 'જય હિન્દ'.

પરેશ રાવલે ટ્ટીટ કરી છે કે, જેવું પહેલા કહ્યુ હતુ તે ફરીથી કહીશ- સરદાર પટેલને ભારતને એકજુટ કર્યા અને નરેન્દ્ર મોદીએ તેનું વિભાજન કર્યુ નહી. આરામ કરો ભારતના લોકો, આપણે સુરક્ષિત હાથોમાં છીએ.

રજનીકાંતે કહ્યુ કે, આદરણીય પ્રિય નરેન્દ્ર મોદીજી તમને જીત બદલ હાર્દિક અભિનંદન, તમે જે કહ્યુ તે કરી બતાવ્યું ભગવાન તમારું ભલું કરો.

ધર્મેન્દ્ર દેઓલે ટ્ટીટ કરી કહ્યુ કે, સારા દિવસો ખરેખર આવશે.

અજય દેવગણે કહ્યુ કે, દેશ જાણે છે કે, તેમના માટે શું સારુ છે અને જનતાએ પોતાની પસંદગી જાહેર કરી દીધી છે.

વિવેક ઓબરોયે ટ્ટીટ કરી કહ્યુ કે, નરેન્દ્ર મોદીજીને ઐતહાસિક જીત અપાવવા બદલ નવા ભારતના અભિનંદન! આજે લોકતંત્રની જીત થઈ છે, પ્રગતિશીલ અને એકજુટ ભારતની જીત થઈ છે. અમને ભારતના રીયલ હીરેને વડાપ્રધાન પદ જોવા પર ગર્વ થઈ રહ્યો છે. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' બનાવવાના મિશનમાં અમે તમારી સાથે છીએ.

અનિલ કપીરે ટ્ટીટ કરી કહ્યુ કે, દેશની જનતાએ નિર્ણય કરી લીધો. ઐતહાસિક જીત બદલ નરેન્દ્ર મોદીને અભીનંદન, અમે, દેશની જનતા તમારા નેતૃત્વમાં નવી ઉંચાઈયોં પર જવાની આશા રાખીએ છીએ.

વરુણ ધવને ટ્ટીટ કરી કહ્યુ કે, ચૂંટણીમાં જીત બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરને અભિનંદન. અમે તમારા માર્ગદર્શન અને નેતૃત્વમાં ભવિષ્યની તરફ અગ્રેસર રહીશુ. જ્યાં બધા ભારતીય એકસાથે આગળ વધશે.

જૂહી ચાવલાએ કહ્યુ કે, આપણા વડાપ્રધાનને તેમની શાનદાર જીત બદલ અભિનંદન, હર બાર મોદી સરકાર.

હુમા કુરૈશીએ કહ્યુ કે, આપણે બધાએ મતદાન કર્યુ અને લોકતંત્રએ નિર્ણય કર્યો, આ લોકની ઈચ્છા છે. નરેન્દ્ર મોદીને અભિનંદન, આશા છે કે, ભારત તમારા નેૃતત્વ હેઠળ ખૂબ-ખૂબ આગળ વધશે.

અદનાન સ્વામીએ કહ્યુ કે, નરેન્દ્ર મોદીજીને તેમની જીત બદલ હાર્દિક અભિનમદન. હું જર્મનીમાં રજા પર છુ, પરંતુ સવારથી સાંજ સુધી ટીવી અને ઈંટરનેટ સાથે જોડાયલો રહ્યો અને મારા ચહેરા પર એક ખૂબ જ મોટી મુસ્કાન હતી! જય હિંદ.

સોનૂ સૂદે કહ્યુ કે, નરેન્દ્ર મોદીજીને તેમની આટલી મોટી જીત બદલ અભિનંદન.

શંકર મહાદેવને કહ્યુ કે, તેમની અદભૂત જીત બદલ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન. રાજગ અને ભાજપા દરેક વ્યક્તિને હાર્દિક અભિનંદન, જેમણે આ અદભૂત અને ઐતહાસિક જીત માટે આટલી મહેનત કરી છે.

અશ્વિની અય્યર તિવરીએ કહ્યુ કે, મારો દેશ એક નવી વિચારસરણીને લઈને જાગૃત થયો છે. ન્યૂ ઈંડિયાના બધા રંગો અને સંકેતોની સાથે નિરંતર સુધારા સાથે આવતીકાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અભિનંદન.

રિતેશ દેશમુખે કહ્યુ કે, ભારતે નિર્ણય કર્યો છે કે, લોકતંત્રને ઊજવવો જોઈએ. જનતાના આ વિશાળ નિર્ણય પર આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન.