ન્યૂઝ ડેસ્ક: ઈન્ટરનેશનલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના વર્ષ 2007ના અહેવાલ મુજબ જાણીતિ હસ્તિઓ ડ્રગ્સના ઉપયોગ અથવા તો ડ્રગ્સના બિઝનેસમાં સંડોવાયેલા હોય, તો તેનાથી ડ્રગ્સના દુરુપયોગ અંગે લોકોનાં મૂલ્યો, વર્તણૂક અને સાયકોલોજી ઉપર અસર પડે છે. પ્રસિદ્ધ હસ્તિને અનુસરવું એ મુશ્કેલ કાર્ય છે અને ઘણીવાર અત્યંત પ્રસિદ્ધ વ્યક્તિ પોતાની જાત સાથે ડ્રગ્સ અને વ્યસનની લત સામે ઝઝૂમતી જોવા મળે છે.
ડ્રગ્સના ગેરકાયદેસર ઉપયોગથી દર વર્ષે 7,50,000 લોકો મૃત્યુ પામે છે
ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ અંગે કરાયેલા અભ્યાસ મુજબ વૈશ્વિક સ્તરે વર્ષ 2017માં ડ્રગ્સના ગેરકાયદેસર વપરાશને કારણે 7,50,000 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મનુષ્યની હત્યાના 4,00,000ના આંકડા સામે આ સંખ્યા લગભગ બમણી છે. ડ્રગ્સને ગેરકાયદે વપરાશથી મૃત્યુ પામેલા લોકોમાં 22,000 લોકો ભારતમાં મૃત્યુ પામ્યા હતા.
ડ્રગ્સનો ઉપયોગ વહેલા મૃત્યુ માટે જોખમી પરિબળ છે
ડ્રગ્સના ગેરકાયદેસર વપરાશને કારણે દર વર્ષે 5,85,000થી વધુ લોકો સમય કરતાં વહેલા મોતને ભેટે છે. વહેલા મૃત્યુ પામનારા લોકોમાંથી 80 ટકા લોકો જીવન દરમ્યાન ગેરકાયદે ડ્રગ્સનો વપરાશ કરનારા હોય છે.
આ વહેલાં મોત એવાં મોત હોય છે, જે ગેરકાયદેસર ડ્રગ્સના વપરાશને કારણે બીમારીઓ અને ઈજાનું જોખમ વધવાને કારણે થયાં હોય છે. જેમાં આપઘાત, લીવરના રોગો, હિપેટાઈટિસ, કેન્સર અને HIV સામેલ છે. ડ્રગ્સ લેનારા વ્યક્તિની વય વધવાની સાથે સાથે આ ડ્રગ્સ તેને તોડી નાખે છે - સંબંધિત દ્રષ્ટિકોમમાં તે વધુ સ્પષ્ટ જોવા મળે છે. વર્ષ 2017માં 50 વર્ષ કરતાં ઓછી વયે મૃત્યુ પામનારા કુલ વ્યક્તિઓમાંથી 42 ટકા ડ્રગ્સનું સેવન કરતા હતા.
બોલીવૂડની 10 હસ્તિઓને ડ્રગ્સની લત
- સંજય દત્તના કિસ્સાથી લોકો ખૂબ સારી રીતે વાકેફ છે. મુન્ના ભાઈના આ અભિનેતાની 1982માં ડ્રગ્સ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના પિતાના સૂચનથી તેને અમેરિકાના એક રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારથી આજ સુધીમાં સંજય ઘણો બદલાઈ ગયો છે અને પોતાની ડ્રગ્સની લત અંગે જાહેરમાં કહેતા તેને કોઈ સંકોચ નથી. સંજય દત્તે એકવાર કહ્યું હતું કે, દુનિયામાં કોઈ પણ ડ્રગ્સ એવું નથી, જે તેણે લીધું ન હોય અને તે પછી તે અંધારિયા કૂવામાંથી બહાર નીકળવા સમગ્ર જીવન બદલી નાખનારા અનુભવો તેમણે મેળવ્યા છે. સંજુ નામની તેની બાયોપિકમાં તેની ડ્રગ્સની લતની ઝલક પણ જોવા મળે છે.
- ડ્રગ્સ અને આલ્કોહોલની લત સામેની લડતની પૂજા ભટ્ટ મજબૂત સમર્થક છે. તેમણે 16 વર્ષની વયથી પોતાની આલ્કોહોલની લત અંગે ઘણું જણાવ્યું છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા ઉપર સકારાત્મક પોસ્ટસ શૅર કરે છે.
- રોકસ્ટારના અભિનેતા રણબીર કપૂરે ઈન્ડિયા ટૂડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે, તે જ્યારે એક્ટિંગ સ્કૂલમાં હતો ત્યારે વીડ અને મારીઆના નિયમિત રીતે લેતો હતો. તેમણે એ પણ કબૂલ્યું હતું કે, રોકસ્ટારના શૂટિંગ વખતે કેટલાક સીન માટે તે ડ્રગ્સ લેતો, જેથી સીનમાં તે વધુ વાસ્તવિક લાગે.
- નેપાળમાં જન્મેલી મનીષા કોઈરાલાએ પણ આલ્કોહોલ અને ખોટા સંબંધોથી તેની જિંદગી કેવી રીતે નિરંકુશ બની ગઈ હતી, તે જણાવ્યું હતું. ત્યારબાદ તેમને કેન્સર થયું અને તેનું જીવન બદલાઈ ગયું. તેમણે પોતાના નવા પુસ્તક - હીલ્ડમાં આલ્કોહોલની લતમાં ફસાવા સહિતના પોતાની જિંદગીની ખોટી પસંદગીઓ બાબતે જણાવ્યું છે.
- પંજાબી ગાયક યો યો હની સિંઘ તેના ગ્રાફિક લિરિક્સ (શબ્દો) તેમજ રોકસ્ટાર જેવી જીવનશૈલી માટે મશહૂર છે. તે પોતાની આલ્કોહોલની લત માટે પણ જાણીતો છે. જો કે, હવે તે આ લતમાંથી છૂટવાના પ્રયાસો કરી રહ્યો છે અને હાલમાં તેમણે પોતાના વ્યસનને તિલાંજલિ આપવા પારોઠનાં પગલાં ભરવાં શરૂ કરી દીધાં છે. જ્યારે તેમણે પોતાની સ્થિતિ અંગે ખૂલીને વાત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું “હું સ્વીકારું છું કે હું બાયપોલર અને આલ્કોહોલિક છું.”
- ફરદીન ખાન જ્યારે બોલીવૂડમાં પોતાની કારકિર્દીના શિખરે હતો, ત્યારે તેને ડ્રગ્સની લત લાગી ગઈ હતી. વર્ષ 2001માં જ્યારે તેને મુંબઈ પોલીસે ડ્રગ્સ રાખવા બદલ ધરપકડ કરી હતી, ત્યારે ભારે વિવાદ સર્જાયો હતો, તે પછી તેણે ડિટોક્સિફિકેશન કોર્સ કર્યો. બાદમાં ફરદીન ખાનને સુધરેલા સ્વાસ્થ્ય સાથે જામીન મળ્યા હતા.
- સ્વર્ગીય સ્મિતા પાટિલ અને રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરે વર્ષ 2008માં ધોબી ઘાટ નામની મુવી સાથે બોલીવૂડમાં આશાસ્પદ પ્રવેશ કર્યો હતો. તે પછી તે ડ્રગ્સની ચુંગાલમાં ફસાઈ ગયો. તે પોતાની આ ભયાનક લત માટે પોતે અપનાવેલી કારકિર્દીના ભાવવિહીન માર્ગને દોષી ઠેરવે છે.
- પરવીન બાબીની કરિયર વિવાદોથી ભરપૂર હતી અને તેના વહેલા મોત પછી પણ તે ચર્ચામાં રહી. એમ કહેવાય છે કે, મહેશ ભટ્ટ સાથેના બ્રેક અપ પછી આ ધીરગંભીર અભિનેત્રીને એલએસડીની લત લાગી ગઈ હતી.
- રાહુલ મહાજન, ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રમોદ મહાજનનો પુત્ર છે. ખેદપૂર્વક રીતે, તેમણે પોતાનું નામ ખરાબ કરવા માટે સ્વયંવરમાં ભાગ લેવા, પત્નીને મારવી અને કોકેઇન લેતા પકડાવા સહિત જે કંઈ થાય તે બધું જ કર્યું છે.
- મમતા કુલકર્ણી વર્ષ 2016ના કરોડો રૂપિયાના એફેડ્રિન ડ્રગ કૌભાંડના કેસની આરોપી છે. અદાલતે આ અભિનેત્રીને ભાગેડુ જાહેર કરી છે અને તેમણે ડ્રગની દુનિયાના બાદશાહ ગણાતા પોતાના પતિ વિકી ગોસ્વામી સાથે કેન્યામાં મોમ્બાસા ખાતે શરણ લીધી હોવાનું મનાય છે.
ભારતમાં ડ્રગ્સનો ઉપયોગ
ભારતમાં વર્ષ 2018માં 2.3 કરોડ લોકોએ ઓપિઓઇડ (નશીલા પદાર્થો), હેરોઇન (બ્રાઉન સુગર, સ્મેક) અને ફાર્મા ઓપિઓઇડનું સેવન કર્યું હતું. આ રીતે, 14 વર્ષમાં ડ્રગ્સના વ્યસનીઓની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. તમામ ડ્રગ્સમાંથી સૌથી વધુ વ્યસનીઓ હેરોઈનના છે.
વર્ષ 2004માં 20,000 નશીલા પદાર્થોનું સેવન કરાયું હતું, જે હેરોઈનના વપરાશ (9000) કરતાં બમણું હતું, પરંતુ આ પેટર્ન બદલાઈ હતી અને હેરોઈનના ગ્રાહકોમાં 2.5 લાખનો વધારો થયો હતો. જે ઓપિઓઇડના વપરાશ કરતાં બમણો હતો.
ભારતની 2.8 ટકા વસ્તી એટલે કે 3.1 કરોડ લોકો કેનેબિસ એટલે કે ગાંજો (હેશ, ઓપિયમ અને હશીશ) લે છે, જેમાંથી 1.2 ટકા લોકો (1.3 કરોડ) ગેરકાયદેસર હેશ અને હશિશનો ઉપયોગ કરે છે, જ્યારે બાકીના ઓપિઓઇડ લે છે. આપણા દેશમાં ઓપિઓઈડ કાયદેસર છે, પરંતુ હેશ અને હશિશ ગેરકાયદેસર છે.
ભારતમાં ગાંજાનો સૌથી વધુ વપરાશ કરતાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, સિક્કિમ, છત્તીસગઢ અને દિલ્હી છે.
વૈશ્વિક સ્તરે જોઈએ તો ભારતમાં ગાંજાનું ગેરકાયદેસર વપરાશ ઘણો ઓછો, એક તૃતિયાંશ કરતાં પણ ઓછો છે. ઓપિઓઇડનો વપરાશ વૈશ્વિક સરેરાશ વપરાશ કરતાં ત્રણ ગણો છે. એઆઈઆઈએમએસ (એઈમ્સ)ના સર્વેક્ષણ મુજબ, વર્ષ 2018માં 2.3 કરોડ લોકોએ ઓપિઓઈડનો ઉપયોગ કર્યો હતો.
ડ્રગ્સ લેવાથી થતી સાઈડ ઈફેક્ટ્સ
- ડ્રગ્સ લેવાથી બેચેની, નિરાશા અને મનોવિકૃતિ જેવી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ જોખમ વધે છે.
- કેટલાક ડ્રગ્સ અત્યંત મોંઘાં હોય છે. ગેરકાયદેસર ડ્રગ્સનો ઘરઆંગણાના ભાવ તે ડ્રગ્સની બજારમાં ઉપલબ્ધિ તેમજ માગ ઉપર નિર્ભર છે. ડ્રગનો વ્યસની નાણાંકીય મુશ્કેલીમાં ફસાઈ જાય છે.
- ડ્રગ્સની માણસની વર્તણૂક બદલાઈ જાય છે. તેનાથી પરિવાર અને મિત્રો સાથેનાં સંબંધો વણસે છે. ડ્રગના વ્યસની અને અન્ય લોકો ઉપર ઈજા થવા અને અથવા ઈજા પહોંચાડવાનું જોખમ વધે છે.
- આલ્કોહોલ અને અન્ય ડ્રગ્સ, ડ્રાઈવિંગના કૌશલ્ય ઉપર ગંભીર અસર કરી શકે છે. નશાની લત ધરાવનાર અકસ્માત નોંતરે, ઈજા પામે તેવી સંભાવના વધુ છે. અકસ્માત મરણતોલ હોઈ શકે છે.
- ડ્રગ્સને કારણે HIV અને હિપેટાઈટિસ જેવી ગંભીર બીમારીઓ થવાની સંભાવના છે.