મુંબઇ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન થોડા દિવસો પહેલા કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાની વિગતો સામે આવતા તેમના નિવાસ સ્થાન 'જલસા' બંગલોને બૃહદ મુંબઇ મહાનગરપાલિકા દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યું હતું, જે હવે હટાવી લેવામાં આવ્યું છે.

અમિતાભ સાથે અભિષેક, એશ્વર્યા તથા તેમની પુત્રી આરાધ્યા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનું પરીક્ષણ 11 જુલાઇએ કરવામાં આવ્યું હતું. હાલ આ તમામ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
BMC ના અધિકારીઓએ 12 જુલાઇના રોજ બિગ બીના બંગલો જલસાની બહાર બેનર લગાવ્યું હતું. તેમજ બંગલો સેનેટાઈઝ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને અધિકારીઓએ સીલ કરી દિધો હતો.
14 દિવસનો કવોરેન્ટાઇન પીરીયડ પૂર્ણ થતા હવે બંગલામાંથી સીલબંધી હટાવી તેને ડીકન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.