ETV Bharat / sitara

રિયા ચક્રવર્તી સંતાકુકડી રમવાનું બંધ કરેઃ બિહાર DGP - સુશાંત સિંહ કેસમાં નવા ખુલાસા

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં બિહાર પોલીસના મહાનિર્દેશક ગુપ્તેશ્વર પાંડેનું કહેવું છે કે, જો રિયા પોતાને નિર્દોષ માનતી હોય તો તેમણે પોલીસ સાથે સંતાકુકડીની રમત બંધ કરવી જોઇએ અને પોતાનું નિવેદન આપવું જોઇએ.

sushant singh rajput suicide case
સુશાંત સિંહ આત્મહત્યા કેસ
author img

By

Published : Aug 2, 2020, 4:41 PM IST

Updated : Aug 2, 2020, 7:22 PM IST

મુંબઇઃ સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં તપાસ કરી રહેલી બિહાર પોલીસના DGP ગુપ્તેશ્વર પાંડેએ રિયા ચક્રવર્તીને લઇ પોતાનું નિવેદન આપ્યું હતું.

ગુપ્તેશ્વર પાંડેનું કહેવું છે કે, ‘જે લોકો પોતાને નિર્દોષ માની રહ્યા છે તો તે સામે આવે. જો રિયાએ કંઇ કર્યું જ નથી તો તેમને કઇ વાતનો ડર છે.’

વધુમાં તેમણે કહ્યું કે, ‘સામે આવો, મુંબઇ પોલીસ, બિહાર પોલીસ અથવા સીબીઆઇ આ મામલે તપાસ કરે. તમે સામે ઉભા રહો જો તમે કઇ કર્યું જ ન હોય તો.’

રિયા ચક્રવર્તીને લઇ બિહારના પોલીસ વડાનું નિવેદન

તેમણે આગળ વાત કરતા જણાવ્યું કે, ‘અમે પુરાવા એકઠા કરી રહ્યા છીએ અને જે દિવસે ખુલાસો થશે તે દિવસે જમીન ખોદીને પણ અપરાધીને પકડી પાડીશું, ભલે તે દુનિયાના કોઇપણ ખૂણામાં છુપાયો હોય.’

સાથે જ તેમણે રિયા સામે સવાલ કરતા કર્યું કે, રિયાએ સામે આવવું જોઇએ અને કેસને સૉલ્વ કરવામાં અમારી મદદ કરવી જોઇએ. આ સંતાકુકડીની રમત સારી નથી.

તમને જણાવી દઇએ કે, આ મામલાને પટનાથી મુંબઇ ટ્રાન્સન્ફર કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 5 ઑગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે.

Last Updated : Aug 2, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.