પટનાઃ બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં તેમના ફેન્સને આઘાત લાગ્યો છે. બિહારના રહેવાસી સુશાંત સિંહ રાજપૂત ઘણીવાર પોતાના ગામ આવતા હતા. ફિલ્મ 'MS ધોની'માં શાનદાર એક્ટિંગ બાદ તે પોતાના ગામના 'ધોની' બની ગયા હતા. છેલ્લીવાર સુશાંત પોતાની નાનીના ઘર સહરસામાં પોતાની માતાની માનતા પુરી કરવા આવ્યા હતા.
પોતાના અભિનયથી ખૂબ જ ઓછા સમયમાં બૉલિવૂડમાં ઓળખ બનાવનારા સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં રહ્યા નથી. પરંતુ બિહાર આવેલા સુશાંતની કહેલી બધી જ વાતો અને રમેલા ક્રિકેટની યાદો ઇટીવી ભારતની પાસે છે. છેલ્લીવાર બિહાર આવેલા સુશાંતે માતાની માનતા પુરી કરવા માટે સહરસામાં કુળદેવીની પુજા કરી હતી. જે બાદ સ્થાનિક લોકોની સાથે ક્રિકેટની મજા માણી હતી.
'સંઘર્ષ માણસ પોતાના મગજમાં કરે છે'
સુશાંત સિંહ રાજપૂતે પોતાની ફિલ્મ કરિયર વિશે વાત કરતા કહ્યું હતું કે, સંઘર્ષ માણસ પોતાના મગજમાં કરે છે. શહેર નાના-મોટા હોતા નથી. એવું કંઇ હોય તો માણસ સફળ જ થાય નહીં. આ વિચાર જ હોય છે, જે માણસને ઉપરથી નીચે અને નીચેથી ઉપર લઇ જાય છે. વ્યક્તને પોતાની કળાથી, પોતાના સપનોથી પ્રેમ હોવો જોઇએ. આ સાથે જ તેમણે તે સમયે આવનારી પોતાની ફિલ્મો વિશે પણ વાત કરી હતી.
વધુમાં જણાવીએ તો સુશાંત સિંહ રાજપૂતે છિછોરે, MS ધોની, પીકે, કેદારનાથ, કાઇ પો છે જેવી ચર્ચિત ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી હતી.