હિના હાલની સિઝનના મુખ્ય 10 કોમ્પિટિટર્સ માટે એક મઝેદાર 'એલીટ ક્લબ'ની ચેતવણીનું આયોજન કરવા માટે તૈયાર છે. ટાસ્કના ભાગ રુપે હિના વિભિન્ન પાસાઓને જોતા એ નક્કી કરશે કે કોણ 'એલીટ ક્લબ'નો ભાગ બનવા માટે તૈયાર છે?
વધુ માહિતી મુજબ, 'આજ સુધી લોકો હિનાને બિગ બૉસ શોની સૌથી મજબુત મહિલા પ્રતિસ્પર્ધીમાંની એક રૂપમાં યાદ કરતા આવ્યા છે. તેને પોતાના 'શેરખાન' વ્યક્તિત્વની સાથે વાસ્તવમાં પણ એ સાબિત કર્યું છે કે, સિઝન 11માં તેના જેવું કોઇ હતું નહીં.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
હાલમાં જ સલમાન ખાને વીકેન્ડ કા વાર એપિસોડમાં શહનાઝના વ્યવહારથી પરેશાન થઇને તેને ટોન્ટ માર્યા હતાં. ચેનલ દ્વારા રજૂ કરાયેલા પ્રિવ્યુ પ્રોમોમાં સિદ્ધાર્થ શહનાઝને અંદર આવવા માટે મનાવી રહ્યા હોય તેમ જોવા મળે છે. શહનાઝ ફરીથી સાંભળવાનો ઇન્કાર કરતી જોવા મળે છે. જે બાદ સલમાન સિદ્ધાર્થને અંદર બોલાવતા જોવા મળી રહ્યા છે.
સલમાન ખાન કહે છે કે, શહનાઝને બહાર જ રહેવા દો. તે ગુસ્સામાં બોલતા જોવા મળે છે કે, 'દુરવ્યવહારની કોઇ જગ્યા જ નથી આ ઘરમાં...'એક અન્ય ક્લિપમાં સલમાન શહનાઝ પર ટોન્ટ મારતા જોવા મળે છે. કહે છે કે, 'તે બે વર્ષની નથી કે, ચાર લોકો ઓળખવા શું લાગ્યા તો પોતાને કૈટરીના કૈફ સમજી રહી છે.'