ETV Bharat / sitara

'જલસા'માં થયું છે આ ફિલ્મોનું શૂટિંગ, બિગ બીએ શેર કર્યા કિસ્સાઓ - Chupke Chupke

અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. તેમાં તેણે કહ્યું કે, તેમણે જલસાને ખરીદ્યો અને ફરીથી બનાવ્યો હતો પરંતુ તે પહેલા અહીં ઘણી હિટ ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે અને આ બંગલો અગાઉ એનસી સિપ્પીની માલિકીનો હતો.

Big B
Big B
author img

By

Published : Apr 12, 2021, 8:54 AM IST

  • 'જલસા' બન્યો છે અનેક ફિલ્મોના શૂટિંગનો સાક્ષી
  • અમિતાભ બચ્ચને ફોટો ઈન્સટાગ્રામ પર કર્યા શેર
  • બિગ બીના ફેન્સ કરી રહ્યા છે ફોટોને પસંદ

હૈદરાબાદ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, તેમાંની ઘણી ફિલ્મો કાયમ માટે અમર બની ગઈ છે. અમિતાભ ઘણી વખત તેમના અભિનેતા બનવાની વાર્તા શેર કરી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેણે પોતાના બંગલા જલસાને લગતા કિસ્સાઓ શેર કર્યા છે. અમિતાભે રોજની જેમ દિવસ ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેણે જણાવ્યું હતું કે, ઘણી હિટ ફિલ્મ્સનું શૂટિંગ તેના બંગલામાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: નીના ગુપ્તા અમિતાભની પત્નીની ભૂમિકા ભજવશે

'જલસા' બન્યો છે અનેક ફિલ્મોના શૂટિંગનો સાક્ષી

ઋષિકેશ મુખર્જીની ફિલ્મ 'ચૂપકે ચૂપકે'ની રિલીઝની 46 મી વર્ષગાંઠ પર ફોટો શેર કરતાં અમિતાભે લખ્યું, 'આજે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ચુપકે ચૂપકેને 46 વર્ષ થયા છે. આ ઘર જેને તમે ફોટોમાં જોઇ શકો છો અને જેમાં જયા પણ જોવા મળી રહી છે... હવે આ જલસા મારું ઘર છે, મેં તેને ખરીદીને ફરીથી બનાવ્યું હતું...ઘણી ફિલ્મોનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું છે. આનંદ, નમક હરામ, ચૂપકે-ચૂપકે, સત્તે પે સત્તા. જ્યારે તે એનસી સિપ્પીનું ઘર હતું.

અમિતાભ બચ્ચને ફોટો ઈન્સટાગ્રામ પર કર્યા શેર

અમિતાભ બચ્ચને આ ફોટો ઈન્સટાગ્રામ પર પણ શેર કર્યો હતો. જેમના આ ફોટોને અમુક કલાકોમાં જ લાખો લોકોએ લાઈક કર્યો હતો. અમિતાભના ફેન્સ તેમના આ ફોટોને ઘણા જ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: રિયાની મુશ્કેલી ન વધતે એટલે 'ચેહરે' ફિલ્મના પ્રમોશનમાંથી તે ગાયબઃ નિર્માતા

' ચેહરે' ની રિલીઝ ફરી ટળી

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચનના ઘણા પ્રોજેક્ટ પાઈપલાઈનમાં અટવાઈ ગયા છે. તાજેતરમાં તેની ફિલ્મ ચેહરેના રિલીઝ અંગે ચર્ચા થઈ હતી, ફિલ્મની રિલીઝની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સરકારે કોરોનાના વધતા જતાં કેસોને જોતા થિયેટરો બંધ કરી દીધા છે. જેથી ફિલ્મની રિલીઝ એકવાર ફરી મુલતવી રાખવામાં આવી રહી છે. આ ફિલ્મ અમિતાભ સાથે ઇમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તી જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.