મુંબઇ: અમિતાભ બચ્ચને વર્ષો પહેલા બાંધેલા તેના બંગલા જલસા પર હવામાનની અસરો વિશે માહિતી આપી છે. બિગ બીએ તેની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, ચોમાસા દરમિયાન તમારા ઘરની સુરક્ષા કરવી જરૂરી છે.
તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, 'વરસાદની મોસમમાં ઘરોનું રક્ષણ જરૂરી બન્યું છે, ખાસ કરીને તે મકાનો જે વર્ષો પહેલા બાંધવામાં આવ્યા હતા અને હવે તે લીક થવા લાગ્યા છે. જલસા બંગલો 80ના દાયકાના મધ્યમાં અથવા થોડો સમય પછી બનાવવામાં આવ્યો હતો. તેથી સમય અને હવામાનની અસર તેના પર પડી રહી છે. તો તેમણે તેમના ઘરના નેટ કનેક્શન વિશે પણ વાત કરી હતી.
તેમણે આ અંગે કહ્યું કે,તેણે કહ્યું, "વાવાઝોડામાં નેટ બંધ થઇ ગયું હતું , જો કે હવે નેટ ફરીથી શરૂ થઇ ગયું છે." તો આ સાથે જ તેમણે વાવાઝોડા બાદ સાફ સફાઇ કરવા બદલ BMCનો આભાર માન્યો હતો.
બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન કંઇક અસાધારણ કામ ન કરવા બદલ તેમને ખેદ છે. તેમણે લખ્યું, 'હું છેલ્લા ત્રણ મહિનાથી આઇસોલેશનમાં હતો અને મારામાં કોઈ અસાધારણ પ્રતિભા ઉભરી નથી.'
જો કે, લોકડાઉન દરમિયાન બિગ બી કેટલીકવાર કવિતા શેર કરતા હતા.