ETV Bharat / sitara

સોનુ નિગમે ભૂષણકુમાર પર કર્યા પ્રહાર, પત્ની દિવ્યા ખોસલાએ કર્યો પલટવાર - સોનુ નિગમ ભૂષણકુમાર

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ ગાયક સોનુ નિગમે ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર પર એક વીડિયો દ્વારા સંગીત ઉદ્યોગના માફિયા હોવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતો પર હવે ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે સોનુ નિગમને જવાબ આપતા એક પોસ્ટ શેર કરી છે.

author img

By

Published : Jun 23, 2020, 5:50 PM IST

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમના મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે.

સોનુ નિગમ અને ભૂષણ કુમારના નામ પણ આ ચર્ચામાં શામેલ થઇ ગયા છે. ત્યારબાદ ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલાએ આ મામલે પોતાની વાત રજૂ કરી હતી.

વાત એમ છે કે બોલીવુડના જાણીતા સિંગર સોનુ નિગમે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ભૂષણ કુમાર પર હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે ભૂષણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો માફિયા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જે બાદ ગાયક અદનાન સામી પણ સોનુના સમર્થનમાં આવ્યા હતા.

ત્યારબાદ ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

દિવ્યાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે કે, 'આજની ​​સચ્ચાઈ એવી છે કે કોન કેટલું સારુ કેમ્પેઇન ચલાવી શકે છે. હું જોઈ શકું છું કે લોકો કેમ્પેઇન ચલાવીને જુઠ્ઠાને કેવી રીતે વેચે છે. સોનુ નિગમ જેવા લોકો પ્રેક્ષકોના મગજ સાથે રમી રહ્યા છે. ભગવાન આ સંસારને બચાવો.

દિવ્યા ખોસલાએ સોનુ નિગમ પર કર્યા પ્રહાર
દિવ્યા ખોસલાએ સોનુ નિગમ પર કર્યા પ્રહાર

આ પછી તેણે એમ પણ લખ્યું કે, 'સોનુ નિગમ જી ટી-સિરીઝે તમને ઇન્ડસ્ટ્રીમાં બ્રેક આપ્યો હતો. તમને આટલું આગળ વધારવામાં મદદ કરી. જો તમને એટલી જ પ્રોબલેમ હતી તો પહેલા કેમ ન બોલ્યા? તમે આજે પ્રચાર માટે આ બધું કેમ કરી રહ્યાં છો. મેં તમારા પિતાના ઘણી વીડિઓઝ ડિરેક્ટ કર્યા છે જેના માટે તે ખૂબ આભારી છે. એવું લાગે છે કે કેટલાક લોકો એહસાન ભૂલી જાય છે.

દિવ્યા ખોસલાએ સોનુ નિગમ પર કર્યા પ્રહાર
દિવ્યા ખોસલાએ સોનુ નિગમ પર કર્યા પ્રહાર

આ સમગ્ર મામલો બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી શરૂ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.