ભૂમિ પેડનેકરે જણાવ્યુ હતું કે, "પ્રેક્ષકો તરફથી 'બાલા'ને મળેલા પ્રતિસાદથી હું ખૂબ જ ખુશ છું. આ એક મહત્વપૂર્ણ સંદેશો આપતી ફિલ્મ છે. લોકો તેને ખૂબ પ્રેમ આપી રહ્યા છે તે જોઇને મને આનંદ થયો." આ પહેલા તેની ફિલ્મ 'ટોઇલેટ: એક પ્રેમ કથા', જેમાં તેણે અક્ષય કુમાર સાથે અભિનય કર્યો હતો તે પણ 100 કરોડની ક્લબમાં પ્રવેશી હતી.
ભૂમિએ કહ્યું, 'આવી ફિલ્મો સામાજિક ચેતનાને અસર કરે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. આ ફિલ્મનો હિસ્સો હોવાથી હું અદ્ભૂત લાગણી અનુભવી રહી છું અને આભારી છું કે લોકો આવી ફિલ્મોને પસંદ કરતા થયા છે.'
'બાલા' એ આયુષ્માન ખુરાના સાથે ભૂમિની ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેમણે 'દમ લગા કે હઇશા' અને 'શુભ મંગલ સાવધાન' માં સાથે કામ કર્યું હતું. અભિનેત્રીએ ફક્ત તેની 'બાલા'ની સહકલાકાર યામી ગૌતમનો જ નહીં, પરંતુ દિગ્દર્શક અમર કૌશિક, નિર્માતા દિનેશ વિજન અને ફિલ્મને સફળ બનાવવા માટે અથાક મહેનત કરતા સમગ્ર કાસ્ટ અને ક્રૂનો પણ આભાર માન્યો હતો.