ETV Bharat / sitara

ભૂમિ પેડનેકર 'બધાઈ દો'ના તેના પાત્રને લઈને બોલી - Pen India

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર (Bhoomi Pednekar) હાલ તેની આગામી ફિલ્મ 'બધાઈ દો'ને (Badhaai Do) લઈને ખુબ ચર્ચામાં છે. ફિલ્મમાં ભૂમિ લેસ્બિયનનું પાત્ર ભજવી રહી છે. જેના પર તેણે હવે એક પ્રતિક્રિયા આપી છે. જાણો...

ભૂમિ પેડનેકર 'બધાઈ દો'ના તેના પાત્રને લઈને બોલી

author img

By

Published : Feb 10, 2022, 12:00 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર (Bhoomi Pednekar) હાલ તેની આગામી ફિલ્મ 'બધાઈ દો'ને (Badhaai Do) લઈને ખુબ ચર્ચામાં છે. ફિલ્મમાં ભૂમિ લેસ્બિયનનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં ભૂમિ સાથે રાજકુમાર રાવ જોવા મળશે. બધાઈ દો એ લવંડર લગ્નના વિચાર પર આધારિત છે, જેમાં રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર બન્ને એક જ લિંગના લોકોના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં અભિનેત્રીની એક ગર્લફ્રેન્ડ છે, જે પાત્ર ચૂમ દરંગે ભજવ્યું છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેસ્બિયન પાત્ર વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

બધાઈ દો'માં તેના પાત્ર વિશે ભૂમિ પેડનેકરે કહ્યું...

'બધાઈ દો'માં તેના પાત્ર વિશે ભૂમિ પેડનેકરે કહ્યું કે, તેને આ રોલ માટે કોઈ શંકા ન હતી.. ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, 'હું એક એક્ટર છું અને હું એક પાત્ર ભજવી રહી છું. મેં ખૂબ જ મહેનત કરી છે અને મારામાં પણ કંઇક ટેલેન્ટ છે, તો હું જ કેમ ના આ પાર્ટ કરું. હું તેને લાયક કેમ નથી?'

આ પણ વાંચો: Film Gehraiyaan Release Date: ફિલ્મ ગહરાઇયાંને A પ્રમાણપત્ર સાથે લીલી ઝંડી મળી ગઇ

આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પેન ઇન્ડિયા બની ગઇ છે: ભૂમિ પેડનેકરે

શું સાઉથ ઈન્ડસ્ટ્રીની ફિલ્મોનો વિષય બોલિવૂડ કરતા સારો છે? આ પ્રશ્નના જવાબમાં ભૂમિ પેડનેકરે કહ્યું કે, હું સહમત નથી. આજે આ ઇન્ડસ્ટ્રી પેન ઇન્ડિયા (Pen India) બની ગઇ છે. કેટલીક હિન્દી ફિલ્મો એવી છે જે સાઉથમાં બ્લોકબસ્ટર હિટ રહી છે, ત્યારે તો ક્યારેય આ પ્રશ્ન ન ઉઠયો. મને લાગે છે કે, હિન્દી ફિલ્મોમાંથી કોઈ પણ પ્રકારની વિશ્વસનીયતા છીનવી લેવી એ અયોગ્ય છે. મને આવા સવાલ ખૂબ જ રમૂજી લાગે છે કે લોકો આવું પણ પૂછે છે.

આવી જ ફિલ્મની વાર્તા છે

ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો આ ફિલ્મમાં ભૂમિ એક સ્કૂલમાં PT ટીચરની ભૂમિકા ભજવી રહી છે, જેને મહિલાઓ પસંદ છે. તે એક છોકરીના પ્રેમમાં પણ હોય છે. કૌટુંબિક દબાણના લીધે તે એક પોલીસ વાળા સાથે લગ્ન કરે છે. હવે ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે રાજકુમાર પણ ગે છે. હર્ષવર્ધન કુલકર્ણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ (Badhaai Do Realease Date) સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Complaint against Aditya Pancholi: આદિત્ય પંચોલીને લઇને વિવાદ,સેમ ફર્નાન્ડિસે લગાવ્યાં ગંભીર આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.