- દીપિકા પાદુકોણે તેના લગ્નનો આલ્બમ ખોલ્યો
- કેટરીના-વિકી લગ્ન વચ્ચે દિપુએ આલ્બમ ખોલ્યો
- દીપિકા-રણવીરના લગ્નમાં લગભગ 70 થી 80 કરોડ રૂપિયાનો ખર્ચ
હૈદરાબાદ: કેટરિના કૈફ અને વિકી કૌશલ(Katrina Vicky wedding) આજે સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ખાતે સાત ફેરા(six senses fort barwara jaipur wedding) લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે અહીં કેટરિનાના ફેન્સ લગ્ન સાથે જોડાયેલી તસ્વીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ કપલે તેને મંજૂરી આપી નથી. આ દરમિયાન, દીપિકા પાદુકોણે(Deepika wedding photos), તેના ચાહકોના હૃદયને જાળવી રાખીને, કેટરિના-વિકીના લગ્નની વચ્ચે સોશિયલ મીડિયા પર તેના લગ્નનું આલ્બમ ખોલ્યું છે.
તમને જણાવી દઈએ કે, દીપિકાએ પહેલા તેના લગ્નની તમામ તસ્વીરો આર્કાઈવ ગેલેરીમાં શિફ્ટ કરી હતી, પરંતુ કેટરીના અને વિકીના લગ્ન વચ્ચે દીપિકાએ લગ્નની તમામ તસ્વીરો પાછી પાન પર લાવી દીધી છે.
દીપિકાએ પણ રણવીર સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા
દીપિકાએ તેના લગ્નથી લઈને રિસેપ્શન સુધીની(Deepika wedding reception) તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર ફરીથી શેર કરી છે. કહી શકાય કે કેટરીના અને વિકીના લગ્ન વચ્ચે દીપિકાને પોતાના લગ્ન યાદ આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે દીપિકાએ અભિનેતા રણવીર સિંહ સાથે 14 નવેમ્બર 2018ના રોજ ઇટાલીમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા.
દીપવીરે લગ્ન બાદ ભવ્ય રિસેપ્શન આપ્યું હતું
ત્યારે દીપવીરે મુંબઈમાં ફિલ્મ જગત માટે ભવ્ય લગ્નનું રિસેપ્શન(Film world wedding reception) આપ્યું હતું, જેમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ કપલને અભિનંદન આપવા આવ્યા હતા. આ ઉપરાંત દીપિકા અને રણવીરના લગ્નમાં(Deepika Padukone re-shared her wedding) લગભગ 70 થી 80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દીપવીરના વર્કફ્રન્ટની વાત કરીએ તો બંને 24 ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ 83માં જોવા મળશે.
આ પણ વાંચોઃ Katrina Vicky wedding: કેટરીના વિકી હલ્દી રસમ, પીળી જોડીમાં અભિનેત્રી, જુઓ તસવીરો
આ પણ વાંચોઃ katrina kaif vicky kaushal wedding rituals : લગ્ન વિધિઓ શરુ, વરઘોડિયાં લગ્ન બાદ તરત હનીમૂન પર નહીં જઇ શકે