- અક્ષય કુમારની ‘Bell Bottom’ 27 જૂલાઈએ રીલીઝ થશે
- ગુજરાત સહિત દુનિયાભરના થિયેટરમાં રીલીઝ થશે
- લોકડાઉનમાં જ ‘Bell Bottom’નું થયું હતું શુટિંગ
મુંબઈ : બોલિવુડના ખિલાડીના ફેન્સ માટે આનંદના સમાચાર આવ્યા છે. અક્ષય કુમારની નવી ફિલ્મ ‘Bell Bottom’ને થિયેટરી રીલીઝ માટે ગ્રીન સીગ્નલ મળી ચુક્યું છે. અક્ષય કુમાર આ વર્ષના પ્રથમ એક્ટર બન્યા છે કે, જેમની ફિલ્મ ‘Bell Bottom’ને વર્લ્ડ વાઈડ સિનેમાઘરોમાં રીલીઝ મળી રહી છે. દુનિયાભરમાં આ ફિલ્મ 27 જુલાઈ, 2021ના દિવસે રીલીઝ થશે. અત્રે નોંધનીય છે કે, અક્ષયકુમારે તે ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કર્યું છે. આ ટીઝરમાં અક્ષયકુમારે ફોર્મલ સૂટ પહેરીને હાથમાં બેગ લઈને દીવાલ પર લાગેલી તારીખની આગળ વધી રહ્યો છે. અક્ષયકુમાર 27 જુલાઈની આગળ આવીને ઉભો રહે છે. અક્ષય દ્વારા આ ફિલ્મની રીલીઝ ડેટ કન્ફર્મ કરવાની રીત અનોખી રહી છે અને તેના ફેન્સે તેને વધાવી લીધો છે.
આ પણ વાંચો : અક્ષય કુમારે 18 વર્ષમાં પહેલી વખત ડબલ શિફ્ટમાં કર્યું શૂટિંગ
‘Bell Bottom’ 27 જુલાઈએ થિયેટર પર
અક્ષયકુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, મને ખબર છે કે આપ ખૂબ આતુરતાપૂર્વક ‘Bell Bottom’ની રીલીઝની રાહ જોઈ રહ્યા છો. મારી આ ફિલ્મની રીલીઝ ડેટની જાહેરાત કરીને તેનાથી વધુ ખુશ નહી રહી શકું. ફિલ્મ દુનિયાભરમાં મોટા સ્ક્રીન પર આવી રહી છે. ‘Bell Bottom’ 27 જુલાઈએ થિયેટર પર.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સ્ટારકાસ્ટે વિદેશ જઈને શુટિંગ કર્યું
ફિલ્મની વાત કરીએ તો કોરોનાકાળમાં ‘Bell Bottom’નું શુટિંગ કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર પુરી કાસ્ટની સાથે વિદેશ જતા રહ્યા હતા. આ ફિલ્મમાં અક્ષયની સાથે હુમા કુરેશી, વાણી કપુર, લારા દત્તા સહિત અનેક ટીવી એક્ટર પણ શામેલ છે.
આ પણ વાંચો : 100 ટકા ક્ષમતા સાથે મલ્ટીપ્લેક્સ અને સિનેમાઘરો શરૂ
ગુજરાતના થિયેટરોમાં પણ રીલીઝ થશે ‘Bell Bottom’
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર ધીમેધીમે લોકડાઉન હળવું કરી રહી છે. હવે પછી સરકાર સિનેમાઘરોને ખોલવાની મંજૂરી આપી દેશે. જેથી 27 જુલાઈ પહેલા થિયેટરો ખૂલી જશે અને અક્ષયની કોરોના પછી પહેલી ફિલ્મ ગુજરાતના થિયેટરમાં રીલીઝ થશે.