- એપ્રિલ મહિનાથી ઓફિશિલી જોડાયો હતો MX ટકાટક સાથે
- વિરાટ બનાવશે ક્રિકેટ સાથે જોડાયેલા વિવિધ શોર્ટ વીડિયો
- અનુષ્કાએ બતાવી તેની સ્કિલ્સ
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): MX ટકાટક (MX Takatak) પર વાયરલ થઈ રહેલા #BatBalance challengeમાં બૉલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલીને સાથ આપતી જોવા મળી રહી છે. તેણે તેનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે પોતાની આંગળીઓ પર બેટને બેલેન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો વિરાટના MX ટકાટક સાથેના કોલેબરેશનનો એક ભાગ છે, જેમાં તે એપ્રિલ મહિનાથી ઓફિશિલી જોડાયો હતો. જેમાં વિરાટ ક્રિકેટ સાથે જોડાયેલા વિવિધ શોર્ટ વીડિયો બનાવશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: અનુષ્કાએ વિરાટ સાથે વિતાવેલી કેટલીક વિશેષ અને કિંમતી ક્ષણો શેર કરી
ક્રિકેટ ફેન્સે આપ્યો સારો પ્રતિસાદ
આ #BatBalance challenge થોડા સમય પહેલા જ એક શોર્ટ વીડિયો શેરીંગ પ્લેટફોર્મ પર શરુ વિરાટ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ વીડિયોને ક્રિકેટ ફેન્સ ખુબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને ડુએટ વીડિયો બનાવી તેને વાયરલ કરી રહ્યા છે. જેમાં અનુષ્કા પણ જોડાઈ હતી અને તેણે આ ચેલેન્જને ખુબ સારી રીતે પાર પાડ્યો હતો. વીડિયોના કેપ્શનમાં અનુષ્કાએ લખ્યું હતું કે, મને વિરાટ સાથે ટકાટક #BatBalance challenge કરવાની ખુબ મઝા પડી. તમે પણ અમારી સાથે MXtakatak એપ પર જોડાઈને તમારી સ્કિલ્સ બતાવી શકો છો"
અનુષ્કા આપે ચાહકોને અપડેટ
આ મહિનાની શરૂઆતમાં 33 વર્ષીય અભિનેતાએ તાજેતરમાં સમાપ્ત થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે વિરાટ સાથે સાઉથએમ્પટન જવા UK તરફ પ્રયાણ કર્યું હતું. સ્ટેડિયમનો 'બેડરૂમ બાલ્કની વ્યૂ' શેર કરવાથી લઈને તેના કપડાને ખભાની લંબાઈથી કાપવા સુધી દરેક વસ્તુ વિશે અનુષ્કા તેના ચાહકોને અપડેટ કરતી રહે છે.
આ પણ વાંચો: બોલિવૂડમાં એક અલગ પ્રકારનું કન્ટેન્ટ આપવું છે : અનુષ્કા શર્મા
અનુષ્કાનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીયે તો અનુષ્કા પાસે તેનું આગામી પ્રોડક્શન વેન્ચર "કિલા" ફ્લોર પર છે. તેના અહેવાલ મુજબ તેની પાસે હાલ બે અભિનય પ્રોજેક્ટ્સ છે. અનુષ્કા ટૂંક સમયમાં "કનેડ્ડા"માં જોવા મળશે, જેના દિગ્દર્શક નવદીપસિંહ છે અને તે ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે.