ETV Bharat / sitara

'દેશી ગર્લ' પ્રિયંકાના જન્મદિવસ પર બોલિવુડ સેલેબ્સે શુભેચ્છા પાઠવી - priyanka chopra birthday special

બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાના જન્મદિવસના વિશેષ પ્રસંગે તેના ચાહકો અને નજીકના મિત્રોએ અને બોલિવુડ ઇન્ડસ્ટ્રી તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

b-town-wishes-birthday-girl-priyanka-chopra
'દેશી ગર્લ' પ્રિયંકાના જન્મદિવસ પર બોલિવુડ સેલેબ્સે શુભેચ્છા પાઠવી
author img

By

Published : Jul 18, 2020, 10:02 PM IST

મુંબઈઃ બોલિવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજે તેનો 38મો જન્મદિવસ મનાવી રહી છે. આ દિવસ દેશી ગર્લ માટે ખૂબ જ ખાસ છે અને તેના બોલિવુડના મિત્રો અને સહ-કલાકારો તેના માટે આ દિવસને વધુ ખાસ બનાવ્યો છે. ચાહકોની સાથે બોલિવુડના સેલેબ્સ પણ પ્રિયંકાના જન્મદિવસ પર તેને અભિનંદન આપી રહ્યાં છે.

કરીના કપૂરે કેપ્શનમાં લખ્યું કે, "જન્મદિવસની શુભેચ્છા પ્રિયંકા. આ જ રીતે વિશ્વને પ્રેરણા આપતા રહો."

અનુષ્કા શર્માએ લખ્યું, "જન્મદિવસની શુભેચ્છા પ્રિયંકા, તમે મજબૂત, ફાઇટર છો અને ઘણા લોકો માટે પ્રેરણારૂપ છો." વળી, અનુષ્કાએ ફિલ્મ 'દિલ ધડકને દો'ની એક તસવીર પણ શેર કરી હતી જેમાં બંને અભિનેત્રીઓએ કામ કર્યું હતું.

સોનમ કપૂરે ટ્વિટ કર્યું, "જન્મદિવસની શુભેચ્છા પ્રિયંકા. આશા છે કે તમારો આજનો દિવસ ખૂબ સરસ રહેશે અને હું તમને રૂબરૂ મળવા આતુર છું." અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પ્રિયંકાને 'રોકસ્ટાર' ગણાવી હતી. અભિનેતા ફરહાન અખ્તરે પ્રિયંકાના જન્મદિવસની ખૂબ શુભેચ્છા પાઠવતા એક પોસ્ટ શેર કરી છે.

ટીવી અભિનેત્રી હિના ખાને પણ પ્રિયંકા ચોપડાને જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરીને શુભેચ્છા પાઠવી છે. પ્રિયંકા હાલમાં પતિ નિક જોનાસ સાથે તેના લોસ એન્જલસમાં સમય પસાર કરી રહી છે. પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, પ્રિયંકા ચોપડાએ થોડા દિવસો પહેલા એમેઝોન સાથે મલ્ટી મિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. તે તેના પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ દ્વારા એમેઝોન સાથે સારું કંટેટ બનાવવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.