મુંબઇ: પંજાબી પોપસિંગર બી પ્રાક લોકપ્રિય ગીત 'અચ્છા સિલા દીયા તુને મેરે પ્યાર કા'નું એક નવું વર્ઝન રજૂ કરશે.
એક મુલાકાતમાં બી પ્રાકે કહ્યું કે, નવું વર્ઝન અસલ ગીતથી સાવ અલગ છે, કેમ કે તેણે આ ગીતમાં ફક્ત હૂક લાઇન 'અચ્છા સિલા દીયા તુને મેરે પ્યાર કા' જાળવી રાખી છે.
તેમણે કહ્યું, "આ એક સંપૂર્ણપણે અલગ ગીત છે. આ ગીતમાં અમે ફક્ત એક હૂક લાઇન જાળવી રાખી છે. આગામી ટ્રેકમાં નવું સંગીત છે."
બી પ્રાકે તાજેતરમાં સુપરસ્ટાર અક્ષય કુમારના પહેલા મ્યુઝિક વીડિયો 'ફિલહાલ' માટે અવાજ આપ્યો હતો, જેમાં નૂપુર સેનનનો ડેબ્યુ પણ હતો, આ ગીત ખૂબ જ હિટ રહ્યું હતું અને લોકોને પણ બી પ્રાકની સ્ટાઇલ પસંદ આવી હતી.